Home » એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…

એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…

by Jaywant Pandya

એકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…આ બાબતે મારો નમ્ર મત છે કે એકલવ્ય આદિવાસી ન હોત ને બીજી કોઈ પણ જ્ઞાતિનો હોત તો પણ તેની સાથે કદાચ આવું જ થયું હોત. તેની પાછળ સત્તા સાથે રહેવાની શિક્ષક (દ્રોણાચાર્યને ગુરુ કહેવા જોઈએ? કદાચ નહીં) અને રાજકુંવરોથી કોઈ ચડિયાતું ન થાય તેવી ઈચ્છા જ જવાબદાર લાગે છે. આદિવાસી હોવાથી અન્યાય એવા વ્યાપક દાખલા નથી.

મહાભારતમાં જ આવતા સત્યવાન અને સાવિત્રીના કિસ્સામાં સત્યવાન વનવાસી હતા. રામાયણમાં પણ શ્રી રામે નિષાદ રાજા સાથે મિત્રતા કરી હતી તેવો ઉલ્લેખ છે. આદિવાસી જનજાતિ મુણ્ડાની મુણ્ડારી ભાષામાં એક જાદુર ગીત ગવાય છે જેમાં એક પંક્તિ છે-આપણને હળ ચલાવતી વખતે તે મળી હતી. આપણે તેને સીતા નામ આપીશું. આ ગીત સીતાજી અને જનકને આદિવાસી પરંપરા સાથે જોડીને બતાવે છે કારણકે રાજા જનક હળ ચલાવતા હતા. આ દૃષ્ટિએ તો પ્રભુ શ્રી રામે એક આદિવાસી કન્યા સાથે લગ્ન કર્યાં કહેવાય.

આ સિવાય હનુમાનજી, સુગ્રીવ, નલ-નીલ (જે એન્જિનિયર હતા) તેેમને પણ આદિવાસી અથવા વનવાસી ગણવામાં આવે છે. તેમણે રાવણ સામે યુદ્ધ જીતવામાં અનુપમ ભૂમિકા ભજવી તો શ્રી રામે પણ વાલીને હણી સુગ્રીવની સહાયતા કરી હતી. આ જ રીતે આદિવાસી ભક્તાણી શબરીનાં એઠાં બોર કોઈ છોછ વગર શ્રી રામે ખાધાં જ છે.

અને એમ તો આ દ્રોણાચાર્યએ જ તેમના પ્રિય શિષ્ય અર્જુનના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી બહાર કેમ નીકળવું તેની જાણકારી નહોતી છતાં તેની નિર્મમ હત્યા કૌરવો અને કર્ણ વગેરે સાથે કરેલી. પરંતુ તેના કારણે (કે પરશુરામે એક ચોક્કસ વંશના રાજાઓની હત્યા કરેલી જેને ખોટી રીતે-પરશુરામે પૃથ્વી નક્ષત્રિય કરેલી તેમ કહેવાય છે, તેના લીધે) કોઈ ક્ષત્રિયએ બ્રાહ્મણો પ્રત્યે વેર નથી જન્મોજન્મનું વેર નથી બાંધ્યું. ઉલટું, કદાચ બ્રાહ્મણોને સૌથી વધુ માન આપનારાઓમાં સાચા ક્ષત્રિયો હંમેશાં મોખરે રહ્યા છે. પરંતુ અંગ્રેજોના કુપ્રચાર અને તે પછી ડાબેરી ઇતિહાસકારોના લીધે કેટલાક આદિવાસીઓ અને દલિતોમાં હિન્દુઓ દ્વારા અત્યાચાર અને અન્યાયની પ્રબળ ભાવના જન્મી છે. મારી દૃષ્ટિએ વૈદિક ધર્મની સૌથી નજીક હોય તો તે આદિવાસી જ છે. દલિતોનો પણ વૈદિક ધર્મ ટકાવવામાં અનન્ય ફાળો છે જ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Free Hindi Ebooks 03/09/2018 - 4:43 PM

એક્લવ્ય઼ નિ વાત ક્ય઼ પુસ્તક મા મલિ સકે ?

Reply

Leave a Comment