Home » અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

અમરનાથ યાત્રા પર નૃશંસ હુમલો: બે વર્ષ પછી…

by Jaywant Pandya

બે વર્ષ પહેલાં લખેલી આ પૉસ્ટને આજે વાંચતાં…કેટલાંક સૂચવેલાં પગલાં ભરાઈ ગયાં છે, કેટલાંક બાકી છે.

૧. આજે (૨૦૧૯માં) પણ ભારતની અંદર અમરનાથ યાત્રા સેનાની સુરક્ષાની વચ્ચે કરવી પડે અને બુરહાન વાનીની મૃત્યુતિથિએ યાત્રા મોકૂફ રાખવી પડે તે શરમજનક વાત છે. શું ભારતમાં હજયાત્રીઓને સુરક્ષા આપવી પડે છે? મોગલોના કાળથી બાદશાહો, સેનાપતિઓ, કટ્ટરવાદી મુસ્લિમો હિન્દુઓ પર અત્યાચાર કરતા આવ્યા છે, છતાં તેના પડઘા હિન્દુઓ પાડતા નથી, જે સારી વાત છે. પરંતુ સહન કરવાની પણ એક મર્યાદા હોય. ઝારખંડમાં ચોર તબરીઝ અન્સારીને ટોળાએ મારી નાખ્યો અને ‘જય શ્રી રામ’ બોલાવડાવ્યું તેના પડઘા સુરતના નાનુપુરા, મેરઠ, આગ્રા, સહિતનાં સ્થળોએ હિંસક રીતે પડે તે કેવું? ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં જર્જરિત અને વણવપરાયેલી ઈમારત તૂટી પડે તેમાં દેશભરમાં રમખાણો થયાં હતાં પરંતુ દિલ્લીમાં ચાંદની ચોકમાં મંદિરમાં તોડફોડ ‘અલ્લાહૂ અકબર’ના નારા સાથે કરાઈ કે પછી અલીગઢમાં હિન્દુ બાળકી પર નૃશંસ બળાત્કાર કરાયો તેના પડઘા દેશભરમાં પડ્યા?

૨. અલગતાવાદીઓ જેવા કે યસીન મલિકને જેલમાં પૂર્યાં છે. જોકે સૈયદ અલી શાહ ગિલાની હજુ છૂટો ફરે છે અને પોતાને પાકિસ્તાની ગણાવી જનતાને ઉશ્કેરે છે.

૩. રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે.

૪. પાકિસ્તાન પર બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને વિશ્વનું જબરદસ્ત દબાણ લવાયું છે. એટલે સુધી કે પુલવામા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે કે કંઈક મોટી કાર્યવાહી ભારત કરવા જઈ રહ્યું છે. હાફીઝ સઈદને ગઈ કાલે પકડી લેવાયો ત્યારે પણ તેમણે ટ્વીટ કર્યું કે અમે બે વર્ષથી પાકિસ્તાન પર દબાણ કરતા હતા. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવના સંદર્ભમાં ભારતની તરફેણમાં ચુકાદો આવ્યો છે.

૫. અત્યાર સુધીની સરકારો વિશ્વના અને તે કરતાંય ભારતની અંદર પાંચમી કતારિયા જેવા પાકિસ્તાન પ્રેમીઓના દબાણમાં વૉટ બૅન્કની લ્હાયમાં ઝૂકીને અલગતાવાદીઓ તેમજ પાકિસ્તાન સાથે વાતચીત માટે ઝૂકી જતી હતી. ગત કે વર્તમાન સરકાર હજુ મક્કમ છે. તે આનંદની વાત છે.

૬. ‘એક વાર આ કરશો એટલે ખોબલે ખોબલે મત મળશે’ તે વાત સાચી પડી છે. બાલાકોટ ઍરસ્ટ્રાઇકથી કોઈ પણ સરકાર પુનરાગમન કરે અને તે પણ આવી એકલા હાથે બહુમતી સાથે તેવું ઘણાં વર્ષો પછી બન્યું છે.

૭. હજુ પણ આ મક્કમ નીતિ ચાલુ રાખી પાકિસ્તાનના ચાર ટુકડા ન થાય અને થઈ જાય પછી પણ તેની પૂંછડી પર પગ દાબીને રાખવો જ પડશે. અને હવે જરૂર છે ભારતની અંદર હજુ પણ જે પ્રૉફેસરો, કલાકારો, પત્રકારો, અને સૌથી વધુ ફારુક અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તી જેવાં રાજકારણીઓ તથા મસ્જિદ-મદરેસાની અંદર ઉશ્કેરણી ફેલાવતા કથિત પંથગુરુઓને પકડીને સજા કરવાની.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Hiren Jariwala 19/07/2019 - 3:27 PM

 હવે જરૂર છે ભારતની અંદર હજુ પણ જે પ્રૉફેસરો, કલાકારો, પત્રકારો, અને સૌથી વધુ ફારુક અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તી જેવાં રાજકારણીઓ તથા મસ્જિદ-મદરેસાની અંદર ઉશ્કેરણી ફેલાવતા કથિત પંથગુરુઓને પકડીને સજા કરવાની.
ખરું કામ તો આ છે જે જરુરી છે.

Reply

Leave a Comment