Home » તબલિગી જમાત, બુદ્ધુજીવીઓ અને બેલેન્સિંગ ઍક્ટ

તબલિગી જમાત, બુદ્ધુજીવીઓ અને બેલેન્સિંગ ઍક્ટ

by Jaywant Pandya
સ્ત્રી સામે કોઈ અત્યાચારની વાત હોય તો તેની ચર્ચા કે તેના પર લેખ લખાય ત્યારે કોઈ એમ નથી કહેતું કે આમ તો પુરુષ પર પણ અત્યાચાર થાય છે, કિન્નરો પર પણ અત્યાચાર થાય છે, પ્રાણીઓ અને પંખીઓ પર પણ અત્યાચાર થાય છે. વૃક્ષોનું પણ નિકંદન કાઢવામાં આવે છે. આ બેલેન્સિંગ ઍક્ટ તેમાં નથી થતું.
 
ગુજરાતમાં એક આખી જ્ઞાતિને ચોરની જ્ઞાતિ માની લેવાઈ છે. અને તેનું નામ ખાનગી વાતચીતમાં બોલાય ત્યારે માની લેવાય છે કે ચોરની જ વાત કરાય છે. કોઈને અપશબ્દથી સન્માનિત (!) કરવો હોય તો પણ તે નામ બોલવામાં આવે છે. પરંતુ તે વખતે ફલાણી જ્ઞાતિ પણ આવી છે અને ઢીકણી જ્ઞાતિ આવી છે. આવું બેલેન્સિંગ ઍક્ટ તેમાં નથી થતું.
 
પાણી પર વિવાદનો મુદ્દો હોય ત્યારે ચર્ચા તેની જ હોય. તેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ અત્યારે ગગડી ગયા છે તેની ચર્ચા ન હોય. ત્રણેય માત્ર પ્રવાહી છે એટલે બેલેન્સિંગ ઍક્ટ ત્યાં કરાતું નથી.
 
પરંતુ ખબર નહીં કેમ મુસ્લિમ સમાજની કોઈ વાત આવે એટલે તેમાં હિન્દુની વાત લાવવી જ. તબલીગી જમાત એ સમગ્ર મુસ્લિમ સમાજ નથી. કેટલાક મુસ્લિમોએ હિન્દુ મરી ગયા હોય તો તેને કાંધ આપી છે તેવા દાખલા છે જ. પરંતુ અત્યારે એટલા બધા કિસ્સા મુસ્લિમ સમાજમાંથી એવા આવી રહ્યા છે જેમાં નિઝામુદ્દીન મરકઝમાંથી ૨,૩૦૦ લોકો પકડાવા, તેના આયોજક મૌલાના સાદનું ભાગી જવું, તેનું વિશાળ ફાર્મ હાઉસ, જ્યાં પણ આ જમાતીઓ ગયા તેમનું હૉસ્પિટલના સ્ટાફની સામે પેન્ટ ઉતારી દેવા, ભેંસની બિરયાની માગવી, થૂંકવું, ડાંગમાં મુસ્લિમ પોલીસનું ડ્યુટી પડતી મૂકી નમાઝ પઢવા જવું, અમદાવાદમાં સુબ્રાતિ શાહ મસ્જિદમાંથી કર્ણાટકના ૧૬ લોકોનું પકડાવું, ટ્વિટર પર ઇન્ફોસિસના મુસ્લિમ કર્મચારીનું જાહેરમાં છિંકીને કોરોના વાઇરસ ફેલાવવા જાહેરમાં આહ્વાન, ટિકટોક પર બે મુસ્લિમોના આ વાઇરસથી ખુશીનો વિડિયો…અનેકાનેક છે.
તેના પર જ્યારે  હિન્દુ પત્રકારો-લેખકો લખે કે બોલે ત્યારે હિન્દુ ધર્મસ્થાનોની વાત અચૂક લઈ આવે છે. આનાથી ખરેખર અહિત કોનું થાય છે? મુસ્લિમોનું જ સ્તો! કેમ કે ભૂલ નહીં કરનાર મુસ્લિમો પણ પોતાના ભૂલ કરનાર બંધુઓ પ્રત્યે ટેકો દેવા પ્રેરાય છે કે આમાં કંઈ ખોટું નથી. જમાત વિશે લખતી વખતે તમે ફ્રાન્સમાં ચર્ચના કાર્યક્રમો ચાલુ રહ્યા તેનો ઉલ્લેખ નથી કરાતો. અમેરિકામાં ચર્ચે કોરોના છતાં પોતાને ત્યાં હાજર રહેવા ખ્રિસ્તીઓને અનુરોધ કર્યો તે તમે નથી લખતા. તો પછી હિન્દુનો જ ઉલ્લેખ કરીને પોતાને મહાન સેક્યુલર સાબિત કરવા માગો છો? અને આ રીતે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરીને તેમની સહાનુભૂતિ મેળવવા માગો છો પણ તેનાથી તમને મુસ્લિમ સમાજની નહીં, કટ્ટર મુસ્લિમોની જ સહાનુભૂતિ મળે છે. જે સાચા મુસ્લિમ છે તે ભલે અત્યારે કદાચ કટ્ટર ગુંડાઓના ભયથી, સમાજના ભયથી બોલતા નહીં હોય, પરંતુ મનોમન તો સમજતા જ હોય છે કે વાંક આપણા ભાઈઓનો છે. જેમ જનતા કર્ફ્યૂ વખતે ખાડિયામાં સરઘસ કાઢનારાઓને હિન્દુઓએ જ વખોડ્યા. હા, મુસ્લિમોમાં જે સાચા છે તેઓ હજુ જાહેરમાં હિંમત નથી કરતા. તેનું કારણ એ છે કે તેમને તેમ કરે તો ટેકો આપવાવાળા કેટલા? તેમના સમર્થનમાં આવે તેટલા કેટલા? તેમના સમાજના કટ્ટર લોકોનો તો તેમને ટેકો નથી જ મળવાનો. પરંતુ શું હિન્દુઓનો ટેકો મળી રહેશે? એનું કારણ એ છે કે હિન્દુઓમાં એક વર્ગ તેમની ટીકા કરનારો જ છે. બીજો વર્ગ તેમને નહીં, કટ્ટર અને ગુંડાઓને ટેકો આપનારો છે.
હિન્દુ બુદ્ધુજીવીઓનું આ બેલેન્સિંગ ઍક્ટ ખરેખર મુસ્લિમોનું દુશ્મન જ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment