Home » સોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે!

સોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે!

by Jaywant Pandya
#BoycottChineseProducts #AtmanirbharBharat #Swadeshi
સ્વદેશીની કે ચીનના માલ-સામાનના બહિષ્કારની વાત કરો તો કેટલાક બુદ્ધુજીવીઓના પેટમાં ચૂંક ઉપડે છે. તમે ફલાણું સ્વદેશી કેમ નથી વાપરતા? કમ્પ્યૂટર વિદેશીએ બનાવેલું છે, ફૉન વિદેશીએ બનાવેલો છે. સ્વદેશીની વાત એટલે જે સ્વદેશમાં ઉપલબ્ધ છે, સારી ક્વૉલિટી છે તેના વિકલ્પમાં વિદેશી શા માટે વાપરવું? એ જ રીતે વખતોવખત ચીનના વલણના કારણે ચીનના માલસામાનનો બહિષ્કાર કરવાની વાત આવે ત્યારે તેમાં સરકારને વચ્ચે લઈ અવાય છે. (સરકાર કેમ ચીનની ચીજોને આવતી અટકાવતી નથી? વગેરે વગેરે)  ૧૯૯૧માં ઉદારીકરણ અને વૈશ્વિકરણના દરવાજા ભારતે ખોલ્યા પછી સ્વદેશીની વાતો સરકાર તરીકે કરવી મુશ્કેલ છે. તેમ છતાં આ સરકારે ૨૦૧૪માં આવ્યા પછી ચીનની ઘણી ચીજો પર અને અમેરિકાની મોંઘી બાઇક પર પણ પ્રતિબંધો મૂક્યા છે જેનાથી બંનેને પેટમાં દુઃખે જ છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાની વાત કરી તેની પણ મજાક ઉડાવવામાં આવી. વિચારો, લાલબહાદુર શાસ્ત્રીએ સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવાની અપીલ કરી તેવી અપીલ આજના સમયમાં થઈ હોત તો પણ મજાક ઉડી હોત. ભારત ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોમાં પણ કૃષિ અને ડેરી ઉદ્યોગમાં આત્મનિર્ભર બન્યું છે. અમેરિકાના દબાણમાં ક્રાયોજેનિક એન્જિનની ટૅક્નૉલૉજી આપવા રશિયાએ નકાર્યું ત્યારે પણ ભારતના ઇસરોએ તેને વિકસાવી દેખાડ્યું જ છે. એટલે આ દેશની ક્ષમતામાં અવિશ્વાસ રાખવો ન જોઈએ. ચાહે તે હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન હોય કે ધમણ જેવું યંત્ર જે કોરોના જેવા કટોકટી કાળમાં વેન્ટિલેટરનો અભાવ કેટલીક હદ સુધી પૂરી શકે, ભારતના લોકોમાં ક્ષમતા છે. તેને જગાડવાની, તેને પ્રોત્સાહન આપવાની અને અંતે સરકાર દ્વારા ખરીદી સુધી લઈ જવાની જરૂર છે.
 
અને હવે આ સાંભળો. સોનમ વાંગ્ચુકનો વિડિયો. જી હા. ‘થ્રી ઇડિયટ’નો ફેંગ્શુક વાંગ્ડુ. સોનમ વાંગ્ચુકે લદ્દાખમાં બેઠાબેઠા વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. તેના વિશે વધુ માહિતી આપવાની જરૂર નથી. તે જ ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપે છે. તે ભલે વૈજ્ઞાનિક હોય પરંતુ તેનું રાજકીય અને ખાસ તો આંતરરાષ્ટ્રીય રાજકારણનું વિશ્લેષણ અદ્ભુત છે. અત્યારે ચીનમાં ઉકળતો ચરુ છે. તેની જનતા સરમુખત્યારશાહીથી અને ખાસ તો કોરોના કાળમાં જે રીતની દુર્દશા થઈ તેનાથી ભયંકર ત્રાસી ગઈ છે. (વિદેશની મહાસત્તાઓ પર મોહી પડતા કેટલાક બુદ્ધુજીવી ચીનના પણ આટલા દિવસોમાં હૉસ્પિટલ વગેરે પ્રકારના પ્રચારના સ્વઘોષિત પ્રચારક બની ગયા હતા) ચારે તરફથી ઘેરાયેલું ચીન ભારતની સરહદે અતિક્રમણ, હોંગકોંગમાં સુરક્ષા કાયદાની દૃષ્ટિએ વગેરે એટલા માટે કરી રહ્યું છે કે તેની અંદર સામ્યવાદી પક્ષ સામે જ ક્રાંતિ થવા પૂરી સંભાવના છે. (સોનમે નથી કહ્યું પરંતુ અમેરિકામાં અત્યારે એક અશ્વેત જ્યૉર્જ ફ્લૉયડની પોલીસ દ્વારા હત્યા અને તેનો વિડિયો વાઇરલ થવાના કારણે હિંસા અને લૂંટફાટ મચી છે. ડૉનાલ્ડ ટ્રમ્પ સામે જે રીતે રોષ અને રાજકારણ, કોરોનામાં થયેલાં મૃત્યુ અને પરિસ્થિતિના કારણે છે તે જોતાં વહેલા મોડા ત્યાં પણ મોટા પાયે નવાજૂની થાય તો નવાઈ નહીં). આવી સ્થિતિમાં ચીન પર કે અમેરિકા પર મરણતોલ ઘા મારવો હોય તો આ બંને દેશોનાં ઉત્પાદનોનો નાગરિકો સ્વયંભૂ બહિષ્કાર કરે તો અબજો ડૉલરનો ફટકો પડે અને આ બંને દેશની કમર તૂટી જાય. અન્યથા આપણા સૈનિકો લડતા રહેશે અને શહીદ થતા રહેશે કારણકે પાકિસ્તાનના ત્રાસવાદ-નક્સલવાદને ચીન અને અમેરિકા જેવા બાહ્ય પરિબળોથી સમર્થન અને પોષણ- સીધું કે આડકતરું મળતું જ રહે છે.
 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment