Home » રણભેરી વાગી છે

રણભેરી વાગી છે

by Jaywant Pandya

ખાંડાં ખખડાવો, રણભેરી વાગી છે
સૂતેલા શૂરો જાગો, રણભેરી વાગી છે

ફૌજ પાદરે પૂગી, રણભેરી વાગી છે
શસ્ત્રની ધાર કાઢો, રણભેરી વાગી છે

દુશ્મનને ઓળખો, રણભેરી વાગી છે
સહુનો લો સાથે, રણભેરી વાગી છે

હવે તો થાવ એક, રણભેરી વાગી છે
મૂકો પૂળો તંત પર, રણભેરી વાગી છે

દીકરીઓને ભગાડે હરામી, રણભેરી વાગી છે
દીકરીઓના બાપુ જાગો, રણભેરી વાગી છે

બાળુડાંને ભરમાવે, રણભેરી વાગી છે
ધરમ છોડાવે અધર્મી, રણભેરી વાગી છે

મારે કાપે, બળાત્કાર કરે, રણભેરી વાગી છે
વિનય કરે ભંગ અવિવેકી, રણભેરી વાગી છે

રામ, નાનક, મહાવીરનાં બાળો સાંભળો, રણભેરી વાગી છે
એક પ્રભુના વહાલા ઊઠો, રણભેરી વાગી છે

જાગ્યો’તો પ્રતાપ રાણો, જાગ્યો મારો શિવાજી
એ જ લોહીના ધારકો, નીંદર કેમ ઊડે ન હજી, રણભેરી વાગી છે

જાગી હતી લક્ષ્મીબાઈ, જાગી હતી અહલ્યા
જાગ્યાં’તાં જીજાબાઈ, તમે શેને ઘોરો, રણભેરી વાગી છે

ભૂલી સવારથ, પકડો પરમારથ, રણભેરી વાગી છે
હું ને છોડો, અમે કહો, રણભેરી વાગી છે

અફઘાન ગયું, ઈરાન ગયું, ગયું ઉગમણું બંગાળ
કાશ્મીર, કૈરાના ને મેવાતમાં ખરાબ થયા હાલ

ટીકટોક ને વેબશ્રેણી, એ.સી. સોફા ને ગાડી
બહુ પ્રેમ ભલે કરો તમે દીકરી ને લાડી

નથી સુરક્ષિત કંઈ તમારું, જુઓ આંખ ઉઘાડી
બાજુમાં લાગી આગ, ઝાળને નથી વાર ઝાઝી

કુંભકરણ પણ શરમાય, જોઈ નિંદર તમારી
નાચગાન થયાં બહુ, કરાટેની વેળા આવી

પૂર્વજોએ કરી રક્ષા, હવે આપણી જવાબદારી
નવી પેઢી ધિક્કાર વરસાવશે, કહેશે પેઢી નમાલી

તિલક કરો, લગાવો ચાંદલો, છડા ને બંગડી
તુલસી, આસોપાલવ ને ઉંબરા પૂજન અબઘડી

ધોતી, શિખા, સલવાર ને સાડી, કબાટમાં કેમ બેસાડી
કરો ॐ, યોગ ને સંધ્યા વંદન, પોથીમાંથી બહાર કાઢી

વીરને જ કરે યાદ સહુ, નમાલાને છોડી
કહે ‘જયવંત’ હનુમાનને, તાકાત કેમ ભૂલી

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Kuldeep Laheru 03/07/2021 - 2:03 PM

વાહ વાહ વાહ… જયવંતભાઈ, ધર્મ અને દેશ માટે ફના થઈ જવા માટે પૂરતું પ્રેરકબળ આપતું શૌર્યગીત… જયજયકાર હો!!! 🌿🕉️🙏

Reply

Leave a Comment