Home » અત્યારની સોનિયા કૉંગ્રેસ ઈન્દિરા અને રાજીવ ગાંધી વિરોધી!

અત્યારની સોનિયા કૉંગ્રેસ ઈન્દિરા અને રાજીવ ગાંધી વિરોધી!

by Jaywant Pandya

 


➡️ કોટામાં 100 બાળકોનાં મોત થયાં, પૂરતાં સાધનો નથી, ગેહલોત કહે છે-કંઈ નવું નથી. સોનિયા-રાહુલ-પ્રિયંકા મૌન છે
➡️મહારાષ્ટ્રમાં ત્રાસવાદી યાકૂબ મેમણની ફાંસીનો વિરોધ કરનાર અસલમ શેખને મંત્રી બનાવાયા.
➡️ પ્રિયંકાને કાશ્મીરી પંડિતો કે કોટાનાં મૃત બાળકોના પરિવારોને મળવા જવાનો સમય નથી પણ સીએએની હિંસામાં માર્યા કે ઘાયલ લોકોને મળવા જવું છે
➡️ રાહુલને રિલૉન્ચ કરવા કૉંગ્રેસ સીએએના નામે હિંસા કરાવે છે તેવો  ભાજપનો આક્ષેપ સાવ પાયાવિહોણો નથી  કેમ કે હિંસામાં કૉગ્રેસના નેતાઓની સામે એફઆઈઆર છે. ઓડિશામાંં કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ માંઝી કેમેરા પર એવું નિવેદન આપતા પકડાયા કે પેટ્રોલ-ડીઝલ તૈયાર રાખો. આદેશ મળે એકલે સળગાવી દે જો. આવું કહેતા પકડાયા પછી ગર્વથી કહે છે કે અમે સુભાષચંદ્ર  બોઝના માર્ગે છીએ. સુભાષચંદ્રની હિંસા અંગ્રેજો સામે હતી, દેશવાસીઓ સામે નહીં. સુભાષબાબુને ગાંધીજી-નહેરુએ કૉગ્રેસમાંથી કાઢવાં ત્રાગાં કર્યાં હતાં અને તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

➡️  મહારાષ્ટ્રમાં સંગ્રામ થોપટેને પ્રધાન ન બનાવ્યા એટલે તેમના સમર્થકોએ કોંગ્રેસના કાર્યાલયમાં  એટલે તોડફોડ કરી. આમ, કૉંગ્રેસના લોકો સત્તા માટે હિંસા કરી શકે છે.

➡️ કેરળ વિધાનસભામાં ડાબેરી સરકારે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો. આ બંધારણનું ઉલ્લંઘન છે. કેન્દ્ર સરકારના કાયદાનો રાજ્યોએ અમલ કરવો જ પડે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની કૉંગ્રેસ સરકારોએ સીએએનો અમલ નહીં કરવા જાહેરાત કરી છે. કૉંગ્રેસ મત બેંક માટે બંધારણ વિરુદ્ધ જાય છે અને પાછા ‘સંવિધાન બચાવો’ રેલી કાઢે છે!
➡️ રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ માટે કોંગ્રેસના બે ધારાસભ્યો સહિત દસ નેતાને જિલ્લા કૉર્ટે એક વર્ષની કેદ કરી છે. કૉંગ્રેસ હિંસામાં જ માને છે અને ગાંધીજીના રસ્તે ચાલવાનો દાવો કરે છે.
➡️ ગાંધીજીએ ચોરાચૌટાની હિંસા પછી આંદોલન પડતું મૂક્યું હતું. ગાંધીજીની વારસદાર હોવાનો દાવો કરતી કોંગ્રેસ કેમ સીએએ આંદોલન પડતું મૂકતી નથી?
➡️ જ્યોતિરાદિત્ય સિંધિયા કલમ ૩૭૦ હટાવવાના નિર્ણય બાદ સીએએનું સમર્થન કરે છે. કૉંગ્રેસ જ એક મત નથી.
➡️ આંધ્ર પ્રદેશમાં નવી રાજધાની અમરાવતી બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ. હવે બીજે રાજધાની બનાવવાની વાત ચાલે છે. તેના વિરોધમાં ખેડૂતોએ મર્સી કિલિંગની અરજી કરી છે. સોનિયા-રાહુલ-પ્રિયંકા તે બાબતે કેમ મૌન છે?
➡️ યોગીજીનાં વસ્ત્રોનું બોલી પ્રિયંકાએ ભગવાનું અપમાન કર્યું છે. કૉંગ્રેસ (એસ) એટલે સોનિયા કૉંગ્રેસ હિન્દુઓની વિરોધી જ છે.
➡️ ડૉ. હેડગેવારવગેરે કૉંગ્રેસ નામના રાજકીય પક્ષમાં હતા તે જૂઠાણું છે. ૧૯૨૫ પહેલાં હેડગેવાર કૉંગ્રેસની તુષ્ટિકરણની નીતિના વિરોધમાં કૉંગ્રેસમાંથી નીકળી ગયા હતા અને ૧૯૨૫માં રા.સ્વ. સંઘની સ્થાપના કરી હતી. તે વખતે કૉંગ્રેસ રાજકીય પક્ષ નહોતો. ૨૦૧૧ના ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન જેવો એક આંદોલનકારી મોરચો હતો જેને સ્વતંત્રતા પછી વિખેરી નાખવા ગાંધીજીએ કહેલું કારણકે ૧૯૩૦માં પ્રાંતીય સરકારો વખતે જ કૉંગ્રેસ ભ્રષ્ટાચારી થઈ ગઈ હતી જેની ગાંધીજીએ ‘હરિજન’ અખબારમાં કડક ટીકા કરેલી. તે પછી તો કૉંગ્રેસમાંથી સ્વતંત્ર પક્ષ, પીએસપી, સંસ્થા કૉંગ્રેસ, તૃણમૂલ કૉગ્રેસ, એનસીપી, જનતા દળ, જનતા દળમાંથી સપા, આરજેડી, બીજેડી, જેડીએસ વગેરે  પક્ષો બન્યા. અત્યારની કૉંગ્રેસ તો ઈન્દિર કે રાજીવ ગાંધી વખતની કૉંગ્રેસ નથી. ઈન્દિરા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ હતી. રાજીવજી એનઆરસી લાવેલા. અત્યારની સોનિયા કૉંગ્રેસ એનઆરસીનો વિરોધ કરી ઈન્દિરા અને રાજીવનો પણ આડકતરો વિરોધ કરે છે.  ઈન્દિરા અને રાજીવ પાકિસ્તાનનો વિરોધ કરતાં હતાં, અત્યારે સોનિયા કૉંગ્રેસના નેતાઓ તો પાકિસ્તાનની ભાષા બોલે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment