Home » ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વર્તમાન વિવાદનું મૂળ શું છે?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વર્તમાન વિવાદનું મૂળ શું છે?

by Jaywant Pandya
👉 જેરુસલેમ એ મૂળ યહુદી અને યહુદી પંથના બે પેટા પંથો (અબ્રાહમિક રિલિજિયન) ખ્રિસ્તી અને મુસ્લિમ પંથનું શ્રદ્ધા નગર છે.
👉 તેમાં અલ અક્સા મસ્જિદ આવેલી છે જે ૩૫ એકરના સ્થળમાં આવેલી છે.
(જયવંત પંડ્યા)
👉 મૂળ અને પહેલાં યહુદી પંથ હતો. એટલે જેરુસલેમ પર તેનો જ અધિકાર અને સ્વામિત્વ ગણાય. પણ યથાવત્ સ્થિતિ રાખવાની સમજૂતી હેઠળ માત્ર મુસ્લિમોને ત્યાં પ્રાર્થના કરવા છૂટ છે, યહુદીઓ અને ખ્રિસ્તીઓને નહીં.
👉 તેની રખેવાળી પાછા ઈઝરાયેલી (યહુદી) સુરક્ષા દળો કરે. આ તો એવું થયું કે દુકાન પોતાની, દુકાનની સુરક્ષાની જવાબદારી પણ પોતાની પણ તેનો ઉપયોગ બીજા કરી જાય અને પોતાને જોતા રહેવાનું.
👉 ઈઝરાયેલ દર વર્ષે ૧૨ મેએ પૂર્વ જેરુસલેમ જૉર્ડન પાસેથી પાછું મેળવવાની ખુશીમાં જેરુસલેમ દિન ઉજવે છે. ભારત જ એવો દેશ છે જ્યાં રામમંદિર પાછું મેળવવાની ખુશી મનાવી શકાઈ નહોતી. કારણ? સંગઠિત ગુંડાઓની ગુંડાગીરીનો ભય!
👉 આ વખતે પણ આ દિવસ ઉજવાયો. એમાં આ ગુંડાઓને પેટમાં દુખ્યું.
👉 હિંસાની શરૂઆત આ ગુંડાઓએ કરી, યહુદીઓ પર હુમલાઓ કરીને. આ લોકો પાછા આવી ઘટનાઓ રમઝાનમાં અને દેશમાં રાજકીય અસ્થિરતા હોય ત્યારે વધુ કરે. યાદ કરો, કાશ્મીરમાં હિન્દુઓને ભગાડવાનું કામ રાજકીય અસ્થિરતા હતી ત્યારે જ થયેલું. પહેલાં વી. પી. સિંહ અને પછી નરસિંહરાવની સરકાર. ડાબેરીઓએ જુલાઈ ૨૦૦૮ આસપાસ મનમોહન સરકારને ટેકો પાછો ખેંચ્યો એ અરસામાં જ દેશમાં આ ત્રાસવાદીઓએ બૉમ્બ ધડાકાઓ કરવા લાગેલા જેની પરાકાષ્ઠા નવેમ્બર ૨૦૦૮માં મુંબઈ પર ત્રણ દિવસ ચાલેલા હુમલાઓથી આવી. તેમાંય તેમનું લક્ષ્ય કાફીરો (હિન્દુ, યહુદી ઈઝરાયેલીઓ અને ખ્રિસ્તી અમેરિકી) હતા. છેલ્લાં સાત વર્ષમાં આવા બૉમ્બ ધડાકા ન થયા તેનું કારણ સતર્ક ગુપ્તચર સંસ્થા, સીમા સુરક્ષા દળ (બીએસએફ), તેને મળેલું શાસકોનું પીઠબળ છે જ પણ આ પીઠબળ આપી શકાયું છે કારણકે શાસકોને સત્તા જવાનો ભય નથી. અલ્પમત સરકાર હોય તો તેનું મુખ્ય ધ્યાન સત્તા ટકાવવામાં રહે છે. ઈઝરાયેલમાં છેલ્લાં બે વર્ષમાં ચાર ચૂંટણી થઈ ચૂકી છે પણ દર વખતે ચૂંટણી અનિર્ણાયક રહી છે. તાજેતરમાં પણ બેન્જામીન નેતાન્યાહુ સ્થિરતા ન આપી શક્યા પણ કોરોના વાઇરસથી ઉત્પન્ન સ્થિતિ સારી રીતે સંભાળી શક્યા જેનું મૂળ કારણ ઈઝરાયેલીઓનો સંયમ અને શિસ્ત તેમજ અસ્થિર તો અસ્થિર સરકારને આપેલો સહકાર છે. વિપક્ષોનો પણ સહકાર હોય જ. (ભારતના મિડિયાએ કોરોના વાઇરસ સામે ઈઝરાયેલી સફળતાની નોંધ લીધી પણ આ વિશ્લેષણ ન કર્યું, કદાચ તેની ભારત સાથે સરખામણી થવાનો ભય?)
👉 ગુંડાઓના હુમલાના વિરોધમાં યહુદીઓએ હિંસા ન કરી. હા, ‘આરબોને મૃત્યુ’નાં સૂત્રોચ્ચાર સાથે કૂચ કાઢી.
👉 તે પછી પણ પેલેસ્ટાઇની ગુંડાઓ હિંસા કરતા અટક્યા નહીં.
👉 ઈ.સ. ૧૯૯૦માં જ્યારે ભારતમાં કેટલાક હિન્દુઓ રામમંદિર માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઈઝરાયેલમાં યહુદીઓ જૂના સમયમાં તોડી પડાયેલાં મંદિરને ફરીથી બનાવવા આધારશિલા મૂકવા ગયા ત્યારે પણ હિંસાખોર ગુંડાઓએ હિંસા કરેલી.
👉 ઈ.સ. ૨૦૦૦માં વિપક્ષના નેતા એરિયલ શેરોન જે ૨૦૦૧માં વડા પ્રધાન બનેલા, તેઓ આ સ્થળે ગયા ત્યારે પણ આ ગુંડાઓએ હિંસા કરેલી.
👉 ચાર વર્ષ પહેલાં આ લોહીભૂખ્યા ગુંડાઓએ ત્રણ પોલીસની ઉક્ત સ્થળે હત્યા કરી તે પછી ફરીથી હિંસા ફાટી નીકળી.
👉 આનો ઉપાય ઈઝરાયેલનો રસ્તો તો છે જ, લાંબા ગાળાનો નહીં કારણકે જેમ હિંસાનો જવાબ ઈઝરાયેલ પ્રતિ હિંસાથી આપે તેમ વળી પ્રતિ હિંસાની પ્રતિ હિંસા થાય. આ ક્રમ ચાલતો જ રહે. પણ ચીની રસ્તો વધુ યોગ્ય છે જે કટ્ટરતા દૂર કરવા લાદેન,સદ્દામ જેવા કટ્ટરોનાં નામ પરથી નામ નથી રાખવા દેતું, રમઝાન હોય કે નાતાલ, જાહેરમાં કંઈ નહી, વગેરે અનેક બાબતો છે. ગયા મહિનાના અહેવાલો મુજબ, શિનજીયાંગમાં વિઘુર મુસ્લિમોના જન્મદરમાં ઘટાડો થયો છે. દુનિયાએ આ રીત અપનાવવી જ પડશે.
👉 માત્ર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જ છે જ્યાં કટ્ટર મુસ્લિમો ઉત્પાત મચાવી શકે છે અને તેમને કંઈ થતું નથી. બાકી બધા દેશોમાં શાસકો બતાવી દે છે કે,
સરકાર નામની પણ કોઈ ચીજ હોય છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment