Home » ભારત-પાકિસ્તાનની મેચમાં પૉલિટિકલ પંડિતોની કૉમેન્ટરી

ભારત-પાકિસ્તાનની મેચમાં પૉલિટિકલ પંડિતોની કૉમેન્ટરી

by Jaywant Pandya

સબ હેડિંગ: “હજુ તો પાકિસ્તાનની છ વિકેટ બાકી છે. અને હા, ભારતીય ટીમ એટલે જસપ્રીત બુમરાહ અને બુમરાહ એટલે ભારતીય ટીમ એવું થઈ ગયું છે. આ ખોટી બાબત છે. જસપ્રીત બુમરાહની આટલી વાહ-વાહ શું કામ કરો છો?”

(આ હાસ્ય લેખ છે.)

ધારો કે…ધારવાનું છે કારણકે જે રીતે પાકિસ્તાનને અત્યારે ‘આ બૈલ મુઝે માર’વાળું વાયડાપણું ઉપડ્યું છે તે જોતાં બેચાર ભાઠા ખાધા સિવાય તે માનશે નહીં, એટલે અત્યારના સંજોગોમાં તો પાકિસ્તાન જ ભારત સામે ક્રિકેટ મેચ રમે તેમ નથી, કારણકે તેમાં પણ હાર મળે છે અને યુદ્ધના મેદાનમાં તો મળે જ છે. એટલે ધારો કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થાય અને પૉલિટિકલ પંડિતો કે રાજદીપ સરદેસાઈ, શેખર ગુપ્ત, શેહલા રસીદ વગેરેને ક્રિકેટ મેચની કૉમેન્ટરી કરવાનું કહેવામાં આવે તો?

મેચ શરૂ થતા પહેલાં પાકિસ્તાન ટૉસ જીતી જાય છે.

આ જોઈને પૉલિટિકલ પંડિત પ્રથમ ખુશીનો માર્યો ખુરશીમાં ઊછળી પડે છે. પણ કૉમેન્ટરીમાં ખુશી બતાવવાની નથી એટલે બોલે છે: અફસોસ કે સાથ કહેના પડ રહા હૈ, મેચ કા આગાઝ હી બહોત ખરાબ રહા હૈ હિન્દુસ્તાન કે લિયે… ટૉસ જીતને મેં હી ખુદાને સાથ નહીં દિયા તો મેચ મેં કૈસે દેગા? દેખિયે, પાકિસ્તાનને જિસ તરહ ટૉસ જીત લિયા હૈ, એક પ્રકાર સે કહ સકતે હૈ કિ ઉસને મેચ ભી જીત લિયા હૈ. ક્યોંકિ અક્સર દેખા ગયા હૈ કિ ટૉસ જીતનેવાલા હી મેચ જીતતા હૈ. ઔર ટૉસ જીતકર મેચ જીતનેવાલે કો પાકિસ્તાન કહતે હૈ…(પોતે જ પોતાના શાહરુખના ડાયલૉગના વિકૃતિકરણ પર હસી પડે છે.)

ક્રિકેટર ગૌતમ ગંભીર પૉ.પં. (પૉલિટિકલ પંડિત) પ્રથમને પૂછે છે: લેકિન યહ મેદાન મેં તો ટૉસ જીતનેવાલી ટીમ ૧૦૦ મેં સે ૯૯ બાર હાર ચૂકી હૈ…

પૉ.પં. પ્રથમ: દેખિયે, મૈં યહ તો નહીં કહતા કિ ભારત હારેગા હી લેકિન હાર ભી સકતા હૈ. આપ મુઝે એન્ટિ નેશનલ મત ઘોષિત કરિયેગા… ક્રિકેટ મેં ભી એન્ટિ નેશનલિઝમ બાતેં કરને કી છૂટ હોની હી ચાહિયે…

ગૌ.ગં.: આપ કે યે ‘ભી’ કા ક્યા મતલબ હૈ? ઓર કહાં કહાં એન્ટિ નેશનલિઝમ બાતેં કરના ચાહતે હૈં આપ?

પૉ.પં. પ્રથમ: સબ જગહ. દેખિયે, We believe in वसवा दाव कुटुंब कम्

ગૌ.ગં.:  આપ તો કુંટુંબ કો કમ કરને મેં હી લગે હૈ…લેકિન જો આપ કહના ચાહતે હૈ વહ वसुधैव कुटुंबकम् હોતા હૈ…

પૉ.પં. પ્રથમ: આપ પ્રૉનાઉન્સિયેશન પર મત જાઈયે…મેરે કહને કા મતલબ યહી થા…વૈસે આજ હાર્દિક પાંડ્યા ખેલ રહા હૈ કિ નહીં?

ગૌ. ગં.: નહીં. વો વૉક્સવેગન મેં કહીં ઘૂમને ગયા હૈ…

પૉ.પં.  પ્રથમ: વો ફૉક્સવેગન હોતા હૈ…

ગૌ.ગં.: અબે અંગ્રેજો કે ગુલામ…

પૉ.પં. પ્રથમ: વો ગુલામ નહીં હોતા હૈ, ગ ઔર ઘ કે બીચ કા તલફ્ફુઝ હોતા હૈ…

ગૌ.ગં.: ક્યા? તરકુઝ? (મનમાં) અબે ગંવાર, મૈં જાનતા હૂં કિ તૂ અંગ્રેજી ઔર મોગલ કા અભી ભી દાસ હૈ…હિન્દી યા સંસ્કૃત શબ્દો કા ઉચ્ચાર સહી હો ના હો, અંગ્રેજી ઔર ઉર્દૂ કે ઉચ્ચાર શુદ્ધ હોને ચાહિયે… (મોટેથી) અભી તો આપ કહ રહે થે કિ પ્રૉનાઉન્સિયેશન પર મત જાઈયે…વૈસે હાર્દિક પાંડ્યા નહીં, હાર્દિક પંડ્યા હૈ….લેકિન આપ કે કહને કા મતલબ હૈ કિ આપ ‘વસુધૈવ કુટુંબકમ્’ મેં માનતે હૈ, ઇસ લિયે, આપ સબ જગહ એન્ટિ નેશનલિઝમ કી બાત કર સકતે હૈ….ઠીક હૈ…કલ સરકાર આપ કા નાગરિકત્વ કેન્સલ કર કે બોલેગી કિ આપ કહીં ભી ચલે જાઈએ તો ક્યોંકિ આપ તો વસુધૈવ કુટુંબકમ્ મેં વિશ્વાસ રખતે હૈ તો…?

પૉ.પં.પ્રથમ: એસે કૈસે? હમ ભી ઉસ દેશ કે નાગરિક હૈ…જહાં યમુના બહતી હૈ…ઇસ દેશ પર હમારા પહેલા હક હૈ…

ગૌ.ગં.: એ મનમોહનસિંહે તમારા જેવા માટે કહેલું તે ભૂલ કરેલી…ચાલો, આપણે મેચની વાત કરીએ…તો પાકિસ્તાન હવે પોતાની એકાદશ ખેલાડીઓની ટીમ મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. તે પહેલો દાવ લેશે.

પૉ.પં. દ્વિતીય: પાકિસ્તાન પહેલા દાવમાં હંમેશાં સારું પ્રદર્શન કરે છે. તેમના બૅટ્સમેનો ભારતના બૉલરોના છક્કા છોડાવી નાખશે. તેમને રન દોડવાની જરૂર જ નહીં પડે. ઊભાઊભા જ જાવેદ મિયાંદાદની જેમ છગ્ગા મારશે.

ગૌ.ગં.: પાકિસ્તાનનું જ સારું બોલો છો, કંઈક ભારતનું પણ સારું તો બોલો.

પૉ.પં. દ્વિતીય: જુઓ, મને લાગે છે કે, પાકિસ્તાન છે ને તે આપણું ૧૯૪૭ પહેલાનું એક અંગ હતું અને સંઘ-ભાજપવાળા તો અખંડ ભારતની વાત કરવામાં હોંશિયાર છે.

ગૌ.ગં.: ક્રિકેટ મેચમાં સંઘ-ભાજપ ક્યાંથી આવ્યા?

પૉ.પં. દ્વિતીય: મારી દરેક વાતમાં ઇતિહાસ અને સંઘ-ભાજપ આવે જ. તમને ખબર નહીં હોય પણ સંઘ-ભાજપ કૉંગ્રેસમાંથી જ જન્મેલા છે. તમે છે ને તે ટ્વિટર પર જ પડ્યા પાથર્યા રહો છો એટલે તમને ઇતિહાસ વાંચવાનો તો સમય ક્યાંથી મળે? (સ્વગત) અને એટલે જ મને પણ વિકૃત ઇતિહાસ રજૂ કરવાની મજા આવી જાય છે. હા, તો તમારા સવાલનો જવાબ એ છે કે પાકિસ્તાન ૧૯૪૭ પહેલાં ભારતનું અંગ હતું, હવે જેને આપણે ભારતનું અંગ માનતા હોઈએ તેના વિશે સારું બોલીએ તો તેમાં ખોટું શું? હું કંઈ તમને સારું લગાડવા નથી બોલતો. તમે મારી બોલવાની સ્વતંત્રતા છિનવી શકો નહીં. આ મારી વિચારોની સ્વતંત્રતા પર તરાપ છે. હું આના વિશે બુધવારે એક લેખ ઢસડી નાખીશ. તેનું શીર્ષક હશે- અખંડ ભારતની વાતો કરનારાઓનાં બેવડાં વલણો…

ગૌ.ગં.: હે રામ!

પૉ.પં. તૃતીય: તમે આહ્માં પણ રામને લઈ આવ્યા? નક્કી ચૂંટણી નજીક આહ્વી રહી છ્છે. બાકી તો તમારા મોઢે ટ્રિપલ તલાક અને વન નેશન, વન ઇલેક્શન જ સંભળાતું હતું. લાગે છ્છે કે ફરી તહ્મે રાહ્મના નામે ઝઘડા કરાવી આ મ્હેચ પણ જીતી જશો.

ગૌ.ગં. (વાતને અવગણતાં): પણ પૉ.પં. દ્વિતીય, શું ભારતની વાત કરવી પાપ છે?

પૉ.પં. દ્વિતીય: જુઓ પૉ.પં. પ્રથમ અને તૃત્તીય, આ ભાઈ ટૉક્સિક હાઇપર નેશનલઝિમની અને જિંગોઇઝમની વાત કરી રહ્યા છે.

ગૌ.ગં. (અવગણતાં) : ત્રણેય પૉ.પં.ઓ, તમને શું લાગે છે, ભારત આ મેચ જીતશે ખરું?

ત્રણેય એકીસ્વરે: ના. કેમ કે તેના કૅપ્ટન વિરાટ કોહલી બહુ જ એગ્રેસિવ છે. આવા એગ્રેસિવ કૅપ્ટન ન ચાલે. કૅપ્ટન તો મહેન્દ્રસિંહ ધોની જેવો કૂલ જ હોવો જોઈએ.

ગૌ. ગં.: પણ ધોની કૅપ્ટન હતો ત્યારે તો તમે ગાંગુલીના વખાણ કરતા હતા…ત્યારે એમ કહેતા હતા કે ધોની જેવા ઠંડા કૅપ્ટનથી મેચ ન જીતાય. તેના તો પેટનું પાણી પણ હલતું નથી.

પૉ.પં. તૃતીય: જુઓ, એહ્માં અહેવું છ્છે ને કે અમને હંમેશાં ભૂતકાળના ભારતીય કૅપ્ટનો જ સાહ્રા લાગે. વર્તમાનના કૅપ્ટનોમાં કંઈ ને કંઈ ખામી હોય જ છ્છે. આનું એક કારણ એ પણ છ્છે કે અમારી ટ્યૂબલાઇટ મ્હોડી થાય છ્છે. જ્યારે અમને ગાંગુલી સારો લાગવા લાગે ત્યાં સુધીમાં ધોની આવી ગયો હોય છ્છે અને જ્યારે ધોની વિશે સારી વાતો અમારા મગજમાં ઉતરે ત્યાં સુધીમાં કોહલી આવી જાય છ્છે.

ગૌ. ગં.: તો તમારા મતે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન સામે નહીં જીતી શકે?

પૉ.પં. દ્વિતીય: ભાઈ વિરાટ પ્રેમ કોહલી છે ને તે આમ તો સારો માણસ છે. કાલે જ મને તેનો ફૉન આવ્યો હતો. મારો જુવાન મિત્ર છે. પણ મારું આંતરરાષ્ટ્રીય જ્ઞાન કહે છે કે યુદ્ધના મેદાનમાં એગ્રેસિવનેસ ન ચાલે. વળી, જુઓ ને કે તે તેની રૂપકડી અભિનેત્રી પત્ની અનુષ્કા અજયકુમાર શર્મા સાથે બીચ પર ફરી રહ્યો છે. સર વિવિયન માલ્કમ રિચાર્ડ્સના ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે. તેને છે કોઈ ફિકર મેચની? તેને તો સ્વપ્રસિદ્ધિમાં જ રસ છે. આવા સમયે નેટ પ્રૅક્ટિસ કરવાની હોય કે ડૅટ પ્રૅક્ટિસ?

ગૌ. ગં.: (મનમાં) એક તો આખાં નામ બોલીને ડહાપણ બતાવશે અને વિરાટને તોછડાઈથી બોલાવશે, પણ વિવિયન આગળ સર લગાવવાનું નહીં ભૂલે. (મોટેથી) તો પણ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ આપણે જીત્યા જ ને.

પૉ.પં. પ્રથમ: દેખિયે, જીતને કો તો કોઈ એક તો જીતતા હી હૈ. એક પ્રકાર સે યે નસીબ હી થા…મુઝે લગતા હૈ કિ ધોનીને…સૉરી, વિરાટ ને પીચવાલે કો ફોડ દિયા હૈ…વો જિસ પ્રકારની કી પીચ ચાહતા હૈ ઉસી પ્રકાર કી પીચ બનતી હૈ…ઔર તો ઔર, ઉસને અમ્પાયર, થર્ડ અમ્પાયર સબ કો અપની તરફ કર લિયા હૈ…

ગૌ. ગં.: (અવગણતાં) દર્શક મિત્રો, તમને જણાવી દઉં કે આપણે આટલી લાંબી ચર્ચા કરી તેમાં પાકિસ્તાનની માત્ર ૭૫ રનમાં ચાર વિકેટ પડી ગઈ છે. આ ચારેય વિકેટ જસપ્રીત બુમરાહે લીધી છે.

પૉ.પં. દ્વિતીય: હજુ તો પાકિસ્તાનની છ વિકેટ બાકી છે. અને હા, ભારતીય ટીમ એટલે જસપ્રીત બુમરાહ અને બુમરાહ એટલે ભારતીય ટીમ એવું થઈ ગયું છે. આ ખોટી બાબત છે. જસપ્રીત બુમરાહની આટલી વાહ-વાહ શું કામ કરો છો?

ગૌ. ગં.: કારણકે એ ધારેલી વિકેટ લે છે. યૉર્કરમાં તે નિષ્ણાત છે. ગઈ ટેસ્ટમાં તમે ન જોયું કે બૅટ્સમેનો પોતાનું મિડલ સ્ટમ્પ બચાવવા ગયા ને બુમરાહે પાડી દીધાં ઑફ સ્ટમ્પ.

પૉ.પં. તૃત્તીય: એ ત્હો છેતરપિંડી કહેવાય. આવું ન ચાલે. પણ હું પૉ.પં. દ્વિતીયની વાત સાથે સંમત છું.

ગૌ. ગં.: પરંતુ આપણા અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા પણ સારા બૉલર છે જ.

પૉ.પં. પ્રથમ: દેખિયે, એક પ્રકાર સે મોહમ્મદ શામી કો નહીં ખિલાકર આપ મુસલમાનો કે સાથ અન્યાય કર રહે હૈ…

ગૌ. ગં.: ખેલમાં હિન્દુ-મુસ્લિમની વાત તો તમારા જેવા જ વિચારી શકે. જાવા દ્યો એ વાતને. દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે અશ્વિન અને જાડેજાની બૉલિંગથી પાકિસ્તાન ૨૦૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું છે. ભારતની બૅટિંગ લાઇન અપ જોતાં માટે જીત સરળ દેખાઈ રહી છે.

પૉ.પં. દ્વિતીય: યુદ્ધ અને ક્રિકેટમાં ઉન્માદ સારા નહીં. આપણા બૅટ્સમેનો ધબડકા માટે જાણીતા છે. ઇતિહાસ તો આવું જ કહે છે.

ગૌ. ગં.: તમારા (વિકૃત) ઇતિહાસને મૂકો તડકે. દર્શક મિત્રો, ભારતે શાનદાર શરૂઆત કરી છે. વિના વિકેટે પચાસ રન બનાવી લીધા છે.

પૉ.પં. તૃત્તીય: પણ આટલી ઑવરમાં ઑસ્ટ્રેલિયા હોય તો સિત્તેર રન બનાવી લે. ભારતના બૅટ્સમેનો ધાર્યા ચોગ્ગા-છગ્ગા મારી શકતા નથી.

ગૌ. ગં.: ઔર યે રોહિત શર્માને માર દિયા છગ્ગા…બૉલ સીધા પૉ.પં. તૃત્તીય કે મુંહ પે જા ગિરા હૈ…ઇસી કે સાથ ભારત કા સ્કૉર હો ગયા હૈ બિના વિકેટ ગંવાયે ૧૮૦ રન…ઔર યે તીન સિક્સ ઔર એક ફૉર કે સાથ ભારતને પાકિસ્તાન કો ક્રિકેટ કે મેદાન મેં એક બાર ફિર સે પટકની દે દી હૈ…

પૉ.પં. પ્રથમ: એસા લગ રહા હૈ કિ વિરાટ કોહલીને પાકિસ્તાન કે બૉલરો કે સાથ મેચ ફિક્સ કિયા થા…હમારે સૉર્સીઝ કે મુતાબિક, પાકિસ્તાન કે બૉલર કેવલ એક-એક ટમાટર કે બદલે મેં બિક ગયે થે…ક્યોંકિ કઈ દિનોં સે ઉન્હોં ને ટમાટર દેખા નહીં થા…ભારત ને ઉન કો ટમાટર બેચને ચાહિયે…ભલે હી ઉન્હોં ને પ્રતિબંધ લગાયા હો…આખિર હમ બડે હૈ…હમેં બડા દિલવાલા હોના ચાહિયે…

પૉ.પં. દ્વિતીય: પણ આ જીત કંઈ જીત ન કહેવાય. જીત તો મેળવી હતી બિશનસિંહ બેદીના જમાનામાં.

પૉ.પં. તૃત્તીય: પાકિસ્તાન માટે આ મૉરલ વિક્ટરી છે. તેણે ભલે ભારતને હરાવ્યું નહીં, પરંતુ છેક સુધી ભારતને અદ્ધરશ્વાસે રાખ્યું…

ગૌ. ગં: દર્શક મિત્રો, અમારી અને તમારી કમનસીબી છે કે આપણને આજે કૉમેન્ટેટર તરીકે આવા બકવાસ પૉલિટિકલ પંડિતો મળ્યા છે. હવે પછી જો તેઓ કૉમેન્ટેટર તરીકે હોય તો તમને વિનંતી કે તમતારે ટીવી મ્યૂટ કરીને મેચ જોજો…વંદે માતરમ્…ભારત માતા કી જય…

(ગૌ.ગં.ના બોલવાની સાથે પાછળથી દબાયેલા સ્વરે પાકિસ્તાન ઝિંદાબાદએવા અવાજો સંભળાઈ જાય છે.)

 

 

 

 

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment