Home » વિશ્વ કપમાં ભારતની જીત પછી પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા

વિશ્વ કપમાં ભારતની જીત પછી પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા

by Jaywant Pandya

– ભારતે આ મૅચ બહુ રૂપિયા વેરીને જીતી છે. અમ્પાયર ખરીદાયેલા છે. અમારા શકૂર રાણા જેવા અમ્પાયર સાથે ફરીથી મૅચ રમાડવામાં આવે.
– દર્શકો પણ ભારતના જ વધારે હતા. હિંમત હોય તો શારજાહમાં અમારી સામે રમી જુઓ. દાઉદભાઈ કેવું સેટિંગ કરે છે, જોઈ લેજો.
– અમારા વડા પ્રધાનને તો ક્રિકેટ (જ) રમતા આવડે છે, ભારતના વડા પ્રધાનને ક્યાં આવડે છે?
– ભારતે મૅચ રવિવારે રખાવી હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું. શુક્રવારે મૅચ રાખી હોત તો અમે જ જીતત.
-અમે મહિનો દિવસ મીડિયામાં નહીં આવીએ કારણકે મીડિયાએ પણ ભારત તરફે વાતાવરણ બનાવ્યું હતું.
-ભારત જીત્યું છે તેમ અમે નથી માનતા.
-ધોનીએ બલિદાનનો બેજ પહેરી રાષ્ટ્રવાદનો મુદ્દો ઉછાળ્યો ન હોત તો અમારી જીત પાકી હતી.
-અમે હજુ પણ ભારતને ‘અભિનંદન’ નહીં આપીએ.
-અમે સરફરાજ અહમદને જ આગામી પાંચ વર્ષ સુધી કપ્તાન તરીકે ચાલુ રાખીશું. ઘણાં આત્મમંથન પરથી અમે એવા તારણ પર આવ્યા છીએ કે સરફરાજ તો સારું જ રમ્યો હતો પણ બાકી બધા ખરાબ રમેલા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Bagichanand 17/06/2019 - 3:01 PM

મોદીની જીત પછી કોંગ્રેસ/વિપક્ષની પ્રતિક્રિયાને ઉપરોક્ત પ્રતિક્રિયાઓ સાથે કોઇ સીધો સંબંધ ન હોય; પણ આડકતરો સંબંધ જણાય છે! 😮

Reply

Leave a Comment