Home » જાસૂસી: કેટલા આક્ષેપો સાબિત અથવા સ્વીકાર થયા છે?

જાસૂસી: કેટલા આક્ષેપો સાબિત અથવા સ્વીકાર થયા છે?

by Jaywant Pandya
જાસૂસીના આક્ષેપો તો અનેક થયા છે પણ તેમાંથી સાબિત/સ્વીકાર આટલા થયા છે:
(૧) નહેરુ દ્વારા સ્વતંત્રતા પછી તરત સુભાષચંદ્ર બોઝ અને તેમના પરિવારની જાસૂસી
(૨) કેજીબીના પૂર્વ જાસૂસ વાસિલી મિત્રોકિનના પુસ્તક અનુસાર, ઈન્દિરા ગાંધીને કૉંગ્રેસ પક્ષ માટે સૂટકેસો ભરી રકમ આપી હતી અને પૂર્વ સંરક્ષણ પ્રધાન વી. કે. મેનન સહિત પાંચ કેન્દ્રીય પ્રધાનોને ચૂંટણી પ્રચાર માટે ભંડોળ આપ્યું હતું.
(૩) રાજીવ ગાંધીના સમયમાં સંવેદનશીલ માહિતીની જાસૂસી કરી રહેલાની જાસૂસી જેમાં કૉંગ્રેસના પી. સી. એલેક્ઝાન્ડર (જે બાદમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનેલા)ના ખાનગી સચિવ હતા. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અને વડા પ્રધાનના સેક્રેટરિએટમાં બે વરિષ્ઠ સહાયક પણ તેમાં હતા. રાજીવ ગાંધીએ પોતે જ આ જાહેરાત કરી હતી અને પછી પી. સી. એલેક્ઝાન્ડરે નૈતિક આધાર પર ત્યાગપત્ર આપ્યો હતો. પી. સી. ત્યારે મુખ્ય સચિવ હતા. આમ, ઘણી વાર પોતાના જ લોકોની જાસૂસી થતી હોય છે.
(૪) વડા પ્રધાન મનમોહનસિંહે કૉર્પોરેટ અગ્રણીઓના ફૉન ટેપિંગનો બચાવ કરેલો કે અમે આ રાષ્ટ્રીય હિતમાં કર્યું છે.
(૫) ૨૦૧૩માં આરટીઆઈ કાર્યકર પ્રોસેનજીત મંડલની આરટીઆઈના ઉત્તરમાં ગૃહ મંત્રાલયે સ્વીકાર્યું હતું કે દર મહિને અંદાજે ૭,૫૦૦થી ૯,૦૦૦ ફૉન અને ૩૦૦થી ૫૦૦ ઇ-મેઇલની જાસૂસી થતી હતી.
(૬) નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ પત્ર લખી વડા પ્રધાન મનમોહનસિંહને વિનંતી કરી હતી કે તેમના કાર્યાલયમાં જાસૂસીની ગુપ્ત તપાસ કરાવવામાં આવે.
આનો અર્થ કે કૉંગ્રેસ છડેચોક કામ કરતી હતી, ભાજપે સ્વીકાર્યું નથી. બની શકે કે ‘શોલે’ના જય-વીરુની જેમ ભાજપે જ માહિતી લીક કરાવી હોબાળો કરાવ્યો હોય. હવે આ યાદીમાં જે લોકો છે તે અને બીજા પણ ચેતતા ચાલશે, છટકબારી શોધી નાખશે , કાં ડરતા ચાલશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment