Home » ગાંધીજીનું ‘હરિજન’, ૧૯૩૩: “અસ્પૃશ્યતા આજની પેદાશ”

ગાંધીજીનું ‘હરિજન’, ૧૯૩૩: “અસ્પૃશ્યતા આજની પેદાશ”

by Jaywant Pandya

મહાત્મા ગાંધીજીના ‘હરિજન સામયિક’નો ૧૯૩૩નો અંક www.gandhiheritageportal.org/journals-by-gandhiji/harijan-bandhu પર જોવા મળ્યો. તેની તસવીર તેના સૌજન્યથી અત્રે મૂકું છું. તેમાં બંગાળી ભાષામાં છપાતાં ‘હરિજન’માંથી અનુવાદ કરીને નાનકડો લેખ છપાયો હતો જેના લેખક પ્રફુલ્લચંદ્ર રાય છે. તેઓ ‘સૈકા પહેલાં’ નામના લેખમાં શું લખે છે, વાંચો:

“બંગાળમાં અસ્પૃશ્યતા આજે જે ભીષણરૂપે દેખાય છે તે સો વર્ષ પૂર્વે નહોતી. આના માટે આપણી પાસે સ્પષ્ટ પ્રમાણ છે. ઈ.સ. ૧૮૩૫માં તે વખતના વાઇસરૉય વિલિયમ બૅન્ટિકે બંગાળમાં પાઠશાળાઓની તપાસ કરવાને માટે ઍડમ નામના એક મિશનરીને નિમ્યો હતો. તપાસના પરિણામે એને જણાયું હતું કે પાઠશાળાઓમાં દરેક નાતજાતનાં બાળકો એકસાથે ભણતાં હતાં. હરિજનોને વિષે જો તે કાળે ઘૃણા હોત તો કહેવાતા ઉચ્ચ વર્ણનાં બાળકોની સાથે હરિજનોનાં બાળકો જોડાજોડ બેસીને આટલી મોટી સંખ્યામાં ભણતાં ન હોત. ઍડમસાહેબે તે વખતની બધી જાતિઓના વિદ્યાર્થીઓની સંખ્યાનું એક પત્રક તૈયાર કર્યું હતું. એવડું મોટું પત્રક અહીંયાં ઉતારવાનું કોઈ કારણ નથી. એ પત્રકમાંથી અહીં માત્ર કેટલીક જાતોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા નીચે આપીએ છીએ:

 

જાત શિક્ષકની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા
બ્રાહ્મણ ૧૦૭ ૩,૪૨૯
કાયસ્થ ૩૨૯ ૧,૮૪૬
સદ્ગોપ ૫૦ ૧,૨૫૪
ક્વર્ત ૨૩૪
ચંડાળ ૬૧
બાગદી ૧૩૮
ધોબી ૨૪
જાલિયા ૯૪
માળી ૨૮
મોચી ૨૬
હાડી ૧૬
સૂડી ૧૮૮
ક્લૂ ૨૦૭

 

આમાંની ઘણી જાતો તો આજે અસ્પૃશ્ય કહેવાય છે, છતાં ઉપરના કોઠા પરથી જણાશે કે એ જાતિનાં બાળકો શીખતાં હતાં, એટલું જ નહીં, ઉચ્ચ વર્ણનાં બાળકોની સાથે જોડાજોડ બેસીને શીખતાં હતાં, એટલું જ નહીં, પણ ‘અસ્પૃશ્ય’ જાતિના શિક્ષકો પણ તે કાળે હતા. એટલે સમાજમાં આજે જે પ્રકારની અસ્પૃશ્યતા વ્યાપી રહી છે તે આજની પેદાશ છે એ વિષે જરાયે શંકા નથી. અસ્પૃશ્યતા એ એક પ્રકારની સનાતન વ્યવસ્થા છે એવા વહેમને લીધે અસ્પૃશ્યતાની જડ બહુ મજબૂત થયેલી છે, એટલે જો આપણે સમજીએ કે પ્રાચીન નથી પણ અર્વાચીન છે, તો એને દૂર કરવાનું સુગમ થઈ પડે. એટલા હેતુથી જ પેલા કોઠામાંથી આ આંકડા મેં ઉતાર્યા છે.”

(બંગાળી ‘હરિજન’માંથી)                                        પ્રફુલ્લચંદ્ર રાય

પરંતુ તે પછી આજે સતત આપણા મનમાં એ ઠસાવવામાં આવી રહ્યું છે કે બ્રાહ્મણવાદ અને મનુવાદના કારણે હિન્દુ ધર્મમાં તો હજારો વર્ષથી અસ્પૃશ્યતા છે અને વર્ણભેદ છે. પરંતુ સાચો ઇતિહાસ આપણને જણાવાતો નથી. કેટલીક દલિત તરફી મનાતી સંસ્થાઓ હકીકતે આવા ઇતિહાસથી તેમને દૂર રાખીને દલિતોનું, હિન્દુઓનું અને છેવટે ભારતનું અહિત કરી રહી છે. આવો, આ અસ્પૃશ્યતાને સનાતન પરંપરા ન માનતાં તેને એક થોડાં સૈકાઓથી ઉદ્ભવેલા દૂષણ માનીને તેને નાબૂદ કરવાનો સંકલ્પ લઈએ.

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.