Home » શાહીનબાગ, ટ્રમ્પ, રમખાણો, ચૂંટણી વચ્ચે કોરોના સામે પ્રભાવશાળી લડત

શાહીનબાગ, ટ્રમ્પ, રમખાણો, ચૂંટણી વચ્ચે કોરોના સામે પ્રભાવશાળી લડત

by Jaywant Pandya

સબ હેડિંગ: એક તરફ, લેફ્ટ લિબરલ મિડિયાએ જૂઠાણાં ફેલાવ્યાં. બીજી તરફ, શ્રમજીવીઓ સ્થળાંતર કરે તેવી અફવા ફેલાઈ. ત્રીજી તરફ, શાહીનબાગમાંથી લોકો ઉઠવા તૈયાર નહીં. ત્યાં હિંસા થાય તેવાં ભાષણો. ૧ ફેબ્રુઆરીએ ખાતાવહી. ચોથી તરફ ટ્રમ્પની મુલાકાત. તે જ અરસામાં દિલ્લીમાં રમખાણો. આ બધાની સામે લડતાંલડતાં વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારે ન માત્ર કોરોનાને કાબૂમાં રાખવા ભરપૂર પ્રશંસનીય પ્રયાસો કર્યા પરંતુ વૈશ્વિક પહેલો પણ કરી.

(સાધના સામયિક, કવરસ્ટૉરી, ૪ એપ્રિલ ૨૦૨૦નો અંક)

કોરોના વાઇરસની મહામારીની શરૂઆત ચીનમાં ડિસેમ્બરથી થઈ હતી પરંતુ સમગ્ર વિશ્વ સમક્ષ તેની વિગત આવી નહોતી. ૨૧ જાન્યુઆરીના રોજ જ્યારે ચીનમાં છઠ્ઠું મૃત્યુ આ વાઇરસથી થયું ત્યારે તેનો ઉલ્લેખ રહસ્યમય વાઇરસ તરીકે કરવામાં આવ્યો હતો. એ પછી આજે ૨૧ માર્ચ એટલે બે મહિના થઈ ગયા છે. આ બે મહિનામાં કોરોનાએ સમગ્ર વિશ્વના ૮,૦૨, ૬૩૯ જણાને પોતાના અજગરભરડામાં લઈ લીધા અને ૩૯,૦૧૪ લોકોનાં મૃત્યુ નિપજાવ્યાં.

ભારત પણ તેનાથી બાકાત નથી. આ લખાય છે ત્યારે ભારતમાં ૧૨૩૮ લોકો કોરોનાના ચેપવાળા છે અને ૩૫ મૃત્યુ થઈ ચૂક્યાં છે. ભારતમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નોંધાયો હતો. એટલે કે બે મહિનામાં માત્ર ૧૨૩૮ લોકો જ તેની ઝપટમાં આવ્યા છે. આની સામે, ચીન કરતાંય હવે વધુ કેસ અમેરિકામાં છે. સૌથી વધુ ૧,૮૮,૫૯૨ કેસ અમેરિકામાં છે. તે પછી ઈટાલીમાં ૧,૦૫,૭૯૨ કેસ છે. ત્યાર પછી સ્પેનમાં ૯૫,૯૨૩ કેસ છે. તે પછી ચીન ૮૧,૫૫૪ કેસ સાથે છે. આ કોષ્ટકમાં ભારત છેક ૪૦મા ક્રમે છે. આમ જુઓ તો આ કોષ્ટક પહેલી નજરે ઑલિમ્પિકના કૉષ્ટક જેવું લાગે. મૃત્યુની રીતે ઈટાલી ૧૨,૪૨૮ મૃત્યુ સાથે સૌથી ટોચે અને તે પછી સ્પેન ૮,૪૬૪ મૃત્યુ સાથે સૌથી બીજા ક્રમે છે. તે પછી અમેરિકા ૪,૦૫૫ મૃત્યુ સાથે ત્રીજા ક્રમે છે.

જ્યારથી કોરોના વાઇરસ આવ્યો ત્યારથી ભારતનાં ભારતદ્વેષી વિવિધ પ્રસાર માધ્યમો પોતપોતાની દૃષ્ટિએ લખતા રહ્યા કે જર્મનીમાં કોરોનાથી ઓછાં મૃત્યુ કેમ? તો કોઈએ સિંગાપોરનું તો કોઈએ દક્ષિણ કોરિયાનું ઉદાહરણ ટાંક્યું. પરંતુ એક પણ પ્રસાર માધ્યમે ભારત જેવા ક્ષેત્રફળ અને જનસંખ્યા બંનેની રીતે આટલા મોટા દેશે કઈ રીતે કોરોનાને કાબૂમાં રાખ્યો અને તેમાં કેન્દ્રની મોદી સરકારની ભૂમિકા શું રહી તે આલેખવાની તસદી પણ ન લીધી.

કોરોના સાથે ટ્રમ્પ, શાહીનબાગ, દિલ્લી રમખાણો…ચારેકોરથી વિષમ પરિસ્થિતિ

અને કોરોનાને કાબૂમાં રાખવાની સાથે-સાથે ભારતમાં જે પ્રતિકૂળ પરિસ્થિતિ હતી તેનો પણ વિચાર કરવો પડે. ડિસેમ્બરથી ભારતમાં દિલ્લીના શાહીનબાગ, જાફરાબાદ, જામિયા, મુંબઈ, બેંગ્લુરુ, અમદાવાદ વગેરે અનેક સ્થળઓએ ક્યાં તો સીએએ વિરોધી હિંસા હતી અથવા તો શાહિનબાગ જેવામાં રસ્તા રોકીને મુસ્લિમો બેસી ગયા હતા. બીજી તરફ, જાન્યુઆરીમાં ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડ યોજવાની હતી જે કાશ્મીરમાં ૩૭૦ દૂર થઈ તે પછી પહેલી પરેડ હતી અને ત્રાસવાદીઓ પોતાના દુષ્ટ આશયોમાં સફળ ન થાય તે જોવાનું હતું. દેશની આર્થિક પરિસ્થિતિ બગડી રહી હતી તેની વચ્ચે ૧ ફેબ્રુઆરીએ ખાતાવહી રજૂ કરવાની હતી. આઠ ફેબ્રુઆરીએ દિલ્લીની ચૂંટણી હતી અને અગિયારમીએ મતગણતરી. ૨૪-૨૫ ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમના લાવલશ્કર સાથે ભારત આવી રહ્યા હતા અને તેમણે મોટેરા સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં તેમને સાંભળવા લોકો આવશે તેવું એક-બે વાર ટ્વીટ અને નિવેદન દ્વારા જાહેર કરી દીધું હતું. તેમના કાર્યક્રમોમાં ફેરફાર થતો રહ્યો હતો. પહેલાં ગાંધી આશ્રમ આવવાના હતા, વળી તેને માંડી વાળ્યું. છેલ્લે ગાંધી આશ્રમની ઉડતી મુલાકાતનું નક્કી કરાયું.

બે મોટા દેશના વડાઓની સભા, અને એ બેય વડા પાછા ઇસ્લામિક ત્રાસવાદીઓની આંખમાં કણઆની જેમ ખૂંચતા હોય, તેવા સમયે અને તેમાંય લાખો માણસ એક જ જગ્યાએ ભેગું થવાનું હોય તે સ્થિતિમાં સુરક્ષાની અને બીજી બધી વ્યવસ્થાની દૃષ્ટિએ કેન્દ્રથી માંડીને રાજ્યનું તંત્ર કેટલું દોડતું હોય, કેટલું ચિંતામાં હોય તે કલ્પના પણ ન થઈ શકે. કોઈ કહી શકે કે કોરોનાના સમાચાર આવી ગયા હતા તો આ કાર્યક્રમ મોકૂફ રાખી શકાયો હોત, પરંતુ યાદ રાખો, એ ભારતના હાથની વાત નહોતી. અમેરિકા જગતજમાદાર, વિશ્વનાં સૌથી મોટાં અર્થતંત્રો પૈકીનું હોય ત્યારે અને તેમાંય તેના પ્રમુખ ચૂંટણીમાં લાભ મેળવવા અને છાકો પાડી દેવા મોટી સંખ્યામાં માણસોની અપેક્ષા રાખતા હોય ત્યારે તેમનો અણગમો મેળવવો આપણને પોસાય નહીં.

એટલે શાહીનબાગ જેમાં દેશને તોડવાની વાત થતી હોય, હિન્દુઓથી આઝાદીની વાત થતી હોય, સીએએ વિરોધ, હિંસા, ટ્રમ્પની મુલાકાત, અને બરાબર ટ્રમ્પ અમદાવાદમાં પગ મૂકવાના હોય તેના આગલા દિવસે દિલ્લીમાં શરૂ થયેલાં મુસ્લિમ-હિન્દુ રમખાણો! અને પહેલાં ચીનમાં કોરોનાથી મૃત્યુનું તાંડવ શરૂ થાય એ વખતે ત્યાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કવાયત! તે પછી ઈરાન, જાપાન, વગેરે અનેક જગ્યાએથી ભારતીયો, સૉશિયલ મિડિયાના કારણે પોતપોતાના વિડિયો બનાવીને કરુણ ગાથા રજૂ કરે અને વાંકદેખુ મિડિયામાં તે જોરશોરથી ચાલતું હોય. આના પગલે સરકાર પર દબાણ બને.

હોળીના કાર્યક્રમોથી દૂર રહેવાનું જાહેર કરી સંકેત આપ્યો

આવા સમયે હોળી આવે! બીજા બધા તહેવારો કરતાં આ તહેવારો લોકોને વધુ પ્રિય! તેમાં લોકો ભેગા થઈ ‘દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ’ ગીતની જેમ ખરા અર્થમાં રંગેચંગે ઉજવે. પરંતુ કોરોનાના લીધે લોકો ભેગા થાય તે વાત અહિતકારક હોય. પરંતુ દેશના વડા તરીકે આ વાત કહેવી કેમ? જો પરિસ્થિતિની ગંભીરતા સમજાવે તો લોકો અરાજકતા સર્જી દે. બેફામ સંગ્રહખોરી શરૂ થઈ જાય. કાળાબજારી થવા લાગે. એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેપ બાય સ્ટેપ પગલાં લીધાં. હોળી પર પોતે જ મિલનકાર્યક્રમોથી દૂર રહેશે તેવી જાહેરાત કરી. કેટલાક વાંકદેખુઓએ ટીકા પણ કરી કે કોરોનાથી ડરી ગયા. લોકોએ સમજી જવાનું હતું. પરંતુ ન સમજ્યા. ‘આપણને કંઈ ન થાય’ તેવી નિશ્ચિંતતાથી હોળીના કાર્યક્રમોમાં ભાગ લીધો. જે લોકો ભણેલા હતા ઉચ્ચ પદો પર બિરાજમાન હતા તેવા લોકો પણ વિદેશથી આવેલી ગાયિકા કનિકા કપૂરની પાર્ટીઓમાં ગયા. સદ્નસીબે તેમને રિપૉર્ટ નેગેટિવ આવ્યો બાકી, તે પછી સંપર્કો તો અનેક રાજકીય-ઉદ્યોગ જગતના મહાનુભાવો, અરે! રાષ્ટ્રપતિ સુધી થઈ ગયા હતા.

૧૯ માર્ચનું રાષ્ટ્રજોગ સંબોધન વિરોધીઓએ પણ વખાણ્યું

હોળી પછીનું પગલું જનતા કર્ફ્યૂ હતું. ૧૯મીએ રાત્રે આઠ વાગે ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કરીને લોકોને ડરાવ્યા વગર મોદીજીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી. તેમાં બે હેતુ સિદ્ધ કરવાના હતા. લોકો પોતાના ઘરમાં રહી શકે તેની ટેવ પાડવાની હતી. બીજું, કહેવાતા બુદ્ધુજીવીઓ માને ન માને, ઘંટારવ-તાળીથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તે દિવસે ફાગણ વદ તેરસ હતી. એક સંદેશ પ્રમાણે, તે દિવસે વારુણી યોગ હતો. અને તાળી પાડવાથી પંચ મહાભૂત તત્ત્વો ઉત્તેજિત થતાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધવાનું અનુમાન હતું. જોકે આ દાવાની ખરાઈ કરવી શક્ય ન હોવાથી તેને માનવું-ન માનવું એ વ્યક્તિના પોતાના પર આધારિત છે, પરંતુ એક વાત સત્ય છે, મોદીજીએ તેને કોરોના સામે લડી રહેલા યુદ્ધવીરો-ડૉક્ટરો, નર્સો, પોલીસ, પત્રકારો, ઍરલાઇન્સનો સ્ટાફ વગેરેનો આભાર માનવા સાથે જોડી દીધી. ૧૯ માર્ચના મોદીજીના પ્રવચનને કટ્ટર વિરોધી અને ડાબેરી-ઉદારવાદી શેહલા રશીદ, શબાના આઝમી, ટ્વિન્કલ ખન્ના, રાજદીપ સરદેસાઈ, યોગેન્દ્ર યાદવ, શેખર ગુપ્ત, જેવા વિરોધીઓએ પણ વખાણ્યું અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરી. ૨૨મીએ લોકોએ જબ્બર પ્રતિસાદ આપ્યો. માત્ર સમર્થકો અને સામાન્ય જનતા જ નહીં, શરદ પવાર જેવા વિપક્ષના નેતા અને રાજદીપ સરદેસાઈ જેવા હરહંમેશ વિરોધી પત્રકાર, ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી, અમિતાભ બચ્ચન જેવા મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા.

પરંતુ ૨૨ માર્ચે સાંજે જ પરિસ્થિતિ વણસી

પરંતુ તે દિવસે સાંજે પાંચ વાગે જ અમદાવાદના શાહપુર અને નરોડા સહિત કેટલાક વિસ્તારોમાં લોકો બહાર નીકળી પડ્યા-થાળી-તાળી વગાડતાં. અને બીજા દિવસે પણ કેટલાક લોકો ન જ સમજ્યા. એટલે મોદીજીએ સવારમાં જ ટ્વીટ કર્યું કે હજુ પણ લોકો સમજતા નથી. ઘરમાં રહો. ૨૩મી માર્ચનો આખો દિવસ ગયો. ૨૪મીએ સવારે જ મોદીજીએ નક્કી કર્યું કે તેઓ ફરીથી રાત્રે ટીવી પર દેશની સામે આવશે અને દેશવાસીઓને સંબોધન કરશે. તેમણે તે રાત્રે જાહેરાત કરી કે તે મધરાતથી એટલે કે ૨૫મીથી સમગ્ર દેશ ઘર-વાસ (લૉકડાઉન)માં રહેશે. તે પછી નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ ઘરવાસના કારણે શ્રમજીવી સહિત બધાનો વિચાર કરીને સર્વગ્રાહી પેકેજ જાહેર કર્યા.

લેફ્ટ-લિબરલ મિડિયાની નકારાત્મક ભૂમિકા

તેમાં વળી, ચીન પ્રેરિત લેફ્ટ લિબરલ મિડિયાનો અફવાઓ ફેલાવવામાં ફાળો ઓછો ન હત. તેણે કોરોનાનો ભય ફેલાવ્યો. ઘર-વાસ લંબાશે તેવું નિષ્ણાતોને ટાંકીને લખ્યું-બતાવ્યું. ખોટા સમાચારો જેમ કે અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીને ટાંકીને (જેનો જૉન્સ હૉપકિન્સે પણ નનૈયો ભણ્યો) ભારતના ૪૦ કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે તેવા રિપૉર્ટ અનેક પ્રસાર માધ્યમોએ છાપવા-બતાવવામાં કોઈ કસર ન છોડી. ચારે તરફ પોલીસ ગીત ગાઈને, આરતી ઉતારીને, ઉઠકબેઠક કરાવીને કારણ વગર બહાર નીકળતા લોકોને સમજાવે તેના કરતાં ગુજરાતમાં એકાદ જગ્યાએ લારી ઊંધી વાળી દે તેવી ઘટનાને (જે હતું ખોટું જ પરંતુ) રજનું ગજની જેમ ચગાવી. માત્ર નકારાત્મક દૃષ્ટિકોણ જ બતાવ્યો. સૉશિયલ મિડિયા પર પણ આ પત્રકારોએ ચીનમાં એક અઠવાડિયામાં હૉસ્પિટલ તૈયાર થઈ ગઈ અને ત્યાં રોગને કાબૂમાં કેવી રીતે લાવ્યો તેની યશોગાથા ગાઈ, પરંતુ ભારતમાં- ગુજરાતમાં-સુરતમાં માત્ર ૭૨ કલાકમાં જ હૉસ્પિટલ તૈયાર થઈ ગઈ એ સમાચારને જેટલું જોઈએ તેટલું મહત્ત્વ ન આપ્યું. રેલવેના કોચને કોરોનાના એકાંતવાળા વૉર્ડમાં ફેરવ્યો તે તેને ન દેખાયું.

આઆપ અને કૉંગ્રેસનું ગંદા રાજકારણે શ્રમજીવીઓની દશા બગાડી

આ સ્થિતિમાં દિલ્લીની આઆપ અને રાજસ્થાનની કૉંગ્રેસ સરકારની પણ ભૂંડી ભૂમિકા જોવા મળી. વિપક્ષના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ નકારાત્મક ભૂમિકા જોવા મળી. આઆપ સરકારે શ્રમજીવીઓનાં પાણી અને વીજળી જોડાણ કાપી નાખ્યા તેવો આક્ષેપ ઉત્તર પ્રદેશ પ્રશાસને લગાવ્યો. આ શ્રમજીવીઓ પૂર્વાંચલના હતા અને તેઓ ભાજપને મત આપે છે. તેથી કેજરીવાલ સરકારે આવી સ્થિતિમાં પણ બદલો લઈ ગંદું રાજકારણ રમ્યું. પરંતુ આના કારણે શ્રમજીવીઓ દિલ્લીથી ઉત્તર પ્રદેશ તરફ સ્થળાંતર (મિડિયા હિજરત શબ્દ ખોટો વાપરે છે. હિજરત ધાર્મિક અર્થવાળો શબ્દ છે. મોહમ્મદ સાહેબ પહેલાં ભગવાન કૃષ્ણએ કૂટનૈતિક રીતે મથુરાથી દ્વારકા સ્થળાંતર કરેલું) કરવા લાગ્યા. તેના લીધે કોરોના ફેલાવવાનો અને આ શ્રમજીવીઓની ભોજન સહિતની વ્યવસ્થાનો મોટો પ્રશ્ન ઊભો થયો.

માત્ર દિલ્લી જ નહીં, આ બધી અફવાઓ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે જ્યાં જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો કામ કરતા હતા ત્યાં ફેલાઈ ગઈ. આ બધા મોટા ભાગે કૉન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂરો હતા. તેમનો પગાર પણ માસિક હતો અને ગુજરાતના આદિવાસી દાડિયા મજૂરો કરતાં વધુ હતો એટલે ભાડું ન પોસાય તેવો પ્રશ્ન પણ નહોતો અને કેન્દ્રીય ગૃહ ખાતાએ ભાડું ન માગવા આદેશ પણ આપ્યો હતો. એટલે મોટા પાયે જે સ્થળાંતર શરૂ થયું તે અફવાના કારણે થયું. ગુજરાતે સરહદ સીલ કરી હોવા છતાં રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે શ્રમજીવીઓને ત્યાંથી સ્થળાંતર કરવા દીધું અને સરહદે તેમનો ખડકલો થઈ ગયો. કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઘર-વાસને સમર્થન તો આપ્યું પરંતુ તેમના કાર્યકર્તાઓ-નેતાઓને રાજકારણ બંધ રાખી સરકાર-તંત્રને સહયોગ આપવા કહ્યું નહીં. રાહુલ ગાંધી પણ વારંવાર શ્રમજીવીઓનો પ્રશ્ન ઉઠાવતા રહ્યા.

ગુજરાત કૉંગ્રેસે પોતે તો સેવાનું કામ (કર્યું હોય તો પણ) નગણ્ય કર્યું અને ઉલટું દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના સેવા કાર્યની તસવીરને પોતાના સેવા કાર્યની તસવીર તરીકે મૂકી જશ ખાટવા પ્રયાસ કર્યો!

મુસ્લિમો સામે કોરોના સામે રક્ષણ કરતાં પંથ મોટો

એક તરફ દેશમાં ચૈત્રી નવરાત્રિ અને રામનવમી છતાં મંદિરો બંધ કરી દેવાયાં પરંતુ દેશમાં અનેક જગ્યાએ મસ્જિદોમાં સામૂહિક નમાઝ પઢવાનું બંધ ન કરાયું. પોલીસે કાર્યવાહી કરી તો જડ લોકો પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા. ટિકટૉક પર એક-બે જણાએ એવા વિડિયો પણ મૂક્યા કે અમારી પાસે એનઆરસીના કાગળ માગનારાઓ, અમારા રબ નક્કી કરશે કે કોણ જીવશે અને કોણ બચશે. તો ઇન્ફૉસિસના મુજીબ મોહમ્મદે તો ટ્વીટ પર લખ્યું કે ચાલો, કોરોના ફેલાવીએ. જાહેરમાં છીંકીએ.

તેમાંય ૩૦મીની રાત્રે જે સમાચાર બહાર આવ્યા તે તો અતિશય ચોંકાવનારા હતા કે દિલ્લીના નિઝામુદ્દિન વિસ્તારમાં તબીલીગી જમાતનો હજારો લોકોનો કાર્યક્રમ થયો હતો જેમાં વિદેશીઓ પણ હતા. આ કાર્યક્રમ બંધ રાખવા પણ કટ્ટરવાદીઓ તૈયાર નહોતા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. તેમાં અનેક વિદેશીઓ પણ હતા.

આ તરફ સર્વોચ્ચને પણ જવાબ દેવાનો

ન્યાયતંત્ર લોકોની વહારે આવે તે સારી જ વાત હોય. પરંતુ જ્યારે આપત્તિ કાળ હોય ત્યારે પણ સર્વોચ્ચ ન્યાયાલય અરજી સ્વીકારી કેન્દ્ર સરકારને જવાબ આપવામાં વ્યસ્ત રાખે તે તેનાં કામોમાં અડચણ પેદા કરનારી વાત બની રહે છે. પરંતુ ખાસ કરીને શ્રમજીવીઓના સ્થળાંતર પર સર્વોચ્ચે જવાબ માગ્યો તો કેન્દ્ર સરકારે તેની તે ફરજ પણ નિભાવી.

કહેવાનો અર્થ એ છે કે એક તરફ વિદેશથી આવતા કનિકા કપૂર જેવા લોકો જે પોતે ધ્યાન ન રાખે, બીજી તરફ આવા કટ્ટરવાદીઓ જે એમ માને કે અલ્લાહ સિવાય કોઈનાથી ડરવું નહીં અને કોરોના કંઈ નહીં કરી શકે. ત્રીજી તરફ, લેફ્ટ-લિબરલ મિડિયા, ચોથી તરફ આઆપ-કૉંગ્રેસનું ગંદું રાજકારણ, પાંચમી તરફ અતિ સક્રિય ન્યાયતંત્ર. આ બધાં છતાં નરેન્દ્ર મોદીએ નેતૃત્વ લઈ ન માત્ર ભારતમાં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ સાર્ક દેશોની વિડિયો કૉન્ફરન્સિંગથી બેઠક કરી, સાથે જી-૨૦ની વર્ચ્યુઅલ બેઠક કરવા પણ સાઉદી અરેબિયાને સમજાવ્યું. શરૂઆતમાં ચીનને મદદની દરખાસ્ત કરી હતી જેના ચીનનાં માધ્યમોએ પણ વખાણ કર્યા હતા. એટલે નેતૃત્વ અને તેમને જનતાએ આપેલા સહકાર, સંઘ, સેવા ભારતી અને બીજી અનેક સામાજિક સંસ્થાઓ, વ્યક્તિગત લોકો અને તંત્રનો પાડ માનવો રહ્યો નેતૃત્વનો કે ભારતમાં અત્યાર સુધી તો ઓછો મૃત્યુદર અને ચેપનો દર છે પરંતુ નિઝામુદ્દીનની ઘટના પછી આ ચેપનો દર વધવા ખૂબ શક્યતા છે. અને તેમાંય કોરોના પછી અર્થતંત્રને બેઠું કરવાનો જબરદસ્ત પડકાર રહેશે.

બૉક્સ

કેન્દ્ર સરકારે લીધેલા પગલાં-દિનાંકવાર

(તમામ ૨૦૨૦ના વર્ષની ઘટના છે એટલે વર્ષ લખ્યું નથી)

૧. ૨૪ જાન્યુઆરી- ચીનથી પરત ફરેલા બે શંકાસ્પદ દર્દીઓને મુંબઈમાં આઈસૉલેશન વૉર્ડમાં રખાયા. (યાદ રહે ત્યારે એક પણ પૉઝિટિવ કેસ નોંધાયો નહોતો પરંતુ તકેદારીનાં પગલાં લેવાનું શરૂ થઈ ગયું હતું.)

૨. ૨૪ જાન્યુઆરી- બૈજિંગમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી બંધ રાખી.

૩. ૨૬ જાન્યુઆરી- વિદેશ ખાતાના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ચીનમાં એક પણ ભારતીય કોરોનાથી સંક્રમિત નથી. (યાદ રહે કે આ દિવસે ગણતંત્ર દિવસ હતો, રજા હતી પરંતુ વિદેશ ખાતું પોતાનું કામ કરી રહ્યું હતું.)

૪. ૨૮ જાન્યુઆરી- આ સમયે ભારતમાં હજુ કેસ નહોતો નોંધાયો પણ વિદેશથી આવતા લોકોને આઇસૉલેશન વૉર્ડમાં રાખવાના ચાલુ હતા. પરંતુ ભારત માટે સૌથી મોટી ચિંતા ચીનમાં ફસાયેલા ભારતીયોની હતી. ભાવનગરના ૧૦૦ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયાના સમાચાર આ દિવસે આવ્યા હતા. તે વખતે હજુ ચીને પણ લૉકડાઉન નહોતું કર્યું.

૫. ૨૯ જાન્યુઆરી- કેન્દ્ર સરકારે ભારતીયોને ચીનની મુસાફરી ન કરવા સલાહ આપી. એર ઇન્ડિયા અને ઇંડિગોએ ફ્લાઇટો રદ્દ કરી.

૬. ૩૦ જાન્યુઆરી- ભારતમાં પહેલો કેસ નોંધાયો.

૭. ૩૧ જાન્યુઆરી- કેન્દ્ર સરકારે પોતાના દેશવાસીઓનું પહેલાં વિચારી, હજુ એટલો ચેપ પ્રસર્યો જ નહોતો, શરૂઆત હતી તો પણ દરેક પ્રકારના માસ્કની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. પાકિસ્તાન પોતાના લોકોને ચીનમાં મરવા તરછોડી રહ્યું હતું ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરી ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનો આભાર માન્યો કે તેમણે ભારતના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને ભારત આવવામાં સહયોગ આપ્યો.

૮. ૧ ફેબ્રુઆરી- એર ઇન્ડિયામાં વુહાનથી ૩૬૬ ભારતીયો પાછા આવ્યા જેમને દિલ્લી-એનસીઆરમાં આઈટીબીપીએ સ્થાપેલા શિબિરોમાં એકલા રાખવામાં આવ્યા.

૯. ૩ ફેબ્રુઆરી- કોરોના પર નજર રાખવા કેન્દ્ર સરકારે વિશેષ કાર્ય દળ એટલે કે વિશેષ ટાસ્ક ફૉર્સ રચ્યું. તેમાં સ્વાસ્થ્ય, ગૃહ, નાગરિક ઉડ્ડયન અને મહિલા તેમજ બાળ કલ્યાણ ખાતાંના પ્રતિનિધિનો સમાવેશ થાય છે.

૧૦. ૩ ફેબ્રુઆરી- કૉંગ્રેસ નેતા શત્રુઘ્નસિંહાએ ચીનમાંથી ભારતીયોને લાવવા બદલ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી.

૧૧. ૯ ફેબ્રુઆરી- વડા પ્રધાન મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખી મદદની દરખાસ્ત કરી.

૧૨. ૧૫ ફેબ્રુઆરી- એશિયાની બહાર કોરોનાથી પહેલું મૃત્યુ ફ્રાન્સમાં.

૧૩. ૩ માર્ચ- ઈરાનથી ૮૭ લોકો ભારત પરત ફર્યા. આ સમયે ઈરાનના સ્વાસ્થ્ય પ્રધાન પણ કોરોનાની ચંગુલમાં આવી ગયા હતા. ગુજરાત સરકારે ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કેસ માટે આઇસૉલેશન વૉર્ડ બનાવવા નિર્ણય કર્યો.

૧૪. ૪ માર્ચ- કોરોનાના કારણે વડા પ્રધાન મોદીનો હોળીના મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવા નિર્ણય. નિષ્ણાતોનો મત હતો કે લોકોએ મોટી સંખ્યામાં એકઠા ન થવું જોઈએ.

૧૫. ૫ માર્ચ- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને સંસદને જણાવ્યું કે વિદેશથી આવનારા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજિયાત કરી દેવાયું છે. આ પહેલાં કોરોનાની અસરવાળા ૧૨ દેશોના લોકોનું જ થર્મલ સ્ક્રીનિંગ કરાતું હતું. દેશનાં તમામ વિમાનમથકો, બંદરો, અને પડોશી દેશોની સીમાએ રહેલા વિસ્તારોમાં સ્ક્રીનિંગની સુવિધાનો વિસ્તાર કરાયો છે.

૧૬. ૬ માર્ચ- અટારી-વાઘા સરહદ પર રિટ્રિટ કાર્યક્રમ દર્શકો વગર કરવા નિર્ણય. સીઆઈએસએફે વાર્ષિક પરેડ સ્થગિત કરી.

૧૭. ૯ માર્ચ- કોરોના કેસવાળા દર્દીઓ માટે કેન્દ્રીય ગૃહ ખાતાએ સીએપીએફને ૩૭ સ્થાન પર કુલ ૫,૪૪૦ લોકની ભરતી કરવાની બૅડ ક્ષમતાવાળાં પૃથક (ક્વૉરન્ટાઇન) કેન્દ્રો તૈયાર કરવા નિર્દેશ આપ્યા.

૧૮. ૧૦ માર્ચ- ઈરાનથી વધુ ૫૮ લોકોને ભારત લવાયા.

૧૯. ૧૧ માર્ચ- કર્ણાટકના કલબુર્ગીના ૭૬ વર્ષીય વ્યક્તિ જે સાઉદીથી પરત ફરેલા તેમનું મૃત્યુ ભારતમાં કોરોનાથી પહેલું મૃત્યુ હતું.

૨૦. ૧૨ માર્ચ- ટ્રમ્પનો કાર્યક્રમ રદ્દ થાય તેવો નહોતો જેની ચર્ચા લેખમાં કરી છે પરંતુ અમેરિકાના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત સ્થગિત કરી દેવાઈ. સંયુક્ત સૈન્ય અભ્યાસ મિલન પણ મોકૂફ.

૨૧. ૧૩ માર્ચ- હજુ કોરોના સંદર્ભે સારા સમાચાર આવી રહ્યા હતા. ભારતમાં સાત દર્દી ઠીક થયા હતા. ૭૧ની તબિયત સ્થિર હતી.

૨૨. ૧૪ માર્ચ- ત્રણ એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પદ્મ પુરસ્કાર સમારોહ રદ્દ કરવાનો નિર્ણય.

૨૩. ૧૪ માર્ચ- આરએસએસે ૧૫થી ૧૭ માર્ચ દરમિયાન બેંગ્લુરુમાં થનારી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાને રદ્દ કરી.

૨૪. ૧૫ માર્ચ- વિદેશ ખાતાએ ટ્વીટ કરી જાણકારી આપી કે ઈરાનમાં ફસાયેલા બધા ૨૩૪ ભારતીયોને ભારત પરત લવાયા છે.

૨૫. ૧૬ માર્ચ- વડા પ્રધાન મોદીની પહેલ પર સાર્ક દેશોની વિડિયો કૉન્ફરસિંગ બેઠક યોજાઈ જેમાં વડા પ્રધાને ૧ કરોડ ડૉલરની સહાય આપાતકાલ ભંડોળમાં આપવા જાહેરાત કરી. ભારતની માલદીવ, બાંગ્લાદેશ વગેરે દેશોને મદદ તેમના દેશોના પ્રતિનિધિઓએ વખાણી. પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. કૉંગ્રેસ નેતા કપિલ સિબલે મોદીની આ પહેલની પ્રશંસા કરી.

૨૬. ૧૬ માર્ચ- અલગ-અલગ રાજ્યો પોતપોતાનાં પગલાં જાહેર કરી રહ્યાં હતાં ત્યારે રેલવેમાં પણ પડદા અને ચાદરો પાછાં ખેંચી લેવાયાં. ટ્રેનોને પણ વધુ સ્વચ્છ કરવાનું કામ ચાલુ કરી દેવાયું.

૨૭. ૧૯ માર્ચ- વડા પ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. કોરોનાનો ફેલાવો અટકાવવા કેન્દ્ર સરકારે લોકોને સ્વચ્છ રાખવા અને આ મુદ્દે જાગૃતિ ફેલાવવા યોજના બનાવી. રાત્રે આઠ વાગે વડા પ્રધાનનું દેશને સંબોધન થયું જેમાં ૨૨ માર્ચે સવારે સાતથી રાત્રે નવ સુધી જનતા કર્ફ્યૂ રાખવા સૂચન કર્યું.

૨૮. ૨૦ માર્ચ- કેન્દ્ર સરકારે કોરોના મુદ્દે લોકોને જાણકારી આપવા અને સૂચનો મગાવવા એક હૅલ્પ ડૅસ્ક બનાવ્યું. તેના માટે સરકારે વૉટ્સએપ ક્રમાંક જાહેર કર્યો જેના દ્વારા ૨૪ કલાક જાણકારી મળી શકે.

૨૯. ૨૨ માર્ચ- સમગ્ર દેશ જનતા કર્ફ્યૂ પાળ્યો. સાંજે પાંચ વાગે થાળી-તાળી અને ઘંટનાદથી કોરોના યુદ્ધવીરોની સેવા બિરદાવી.

૩૦. ૨૨ માર્ચ- કેબિનેટ સચિવ અને વડા પ્રધાનના મુખ્ય સચિવની રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠકમાં ૭૫ શહેર શહેરને ઘર-વાસ (લૉકડાઉન) કરી દેવાનો નિર્ણય કરાયો.

૩૧. ૨૨ માર્ચ- આરબીઆઈએ એક જ દિવસમાં મુંબઈની એક ઈમારતમાં વૉર રૂમ ઊભો કરી દીધો. તેમાંથી કામ કરવા લાગી. આ વૉર રૂમ ૧૯ માર્ચથી કાર્યરત થયો હતો.

૩૨. ૨૩ માર્ચ- રાહુલ ગાંધીએ ખોટી માહિતી ફેલાવી. તેમણે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો કે ભારત સરકારે ૧૯ માર્ચ સુધી માસ્ક, વેન્ટિલેટર વગેરે ચીજોની નિકાસ કેમ થવા દીધી? અગાઉ લખ્યું તેમ ૩૧ જાન્યુઆરીએ જ આ નિકાસ અટકાવી દેવાઈ હતી.

૩૩. ૨૩ માર્ચ- જે દિવસે રાહુલ ગાંધી આવી ખોટી માહિતી ફેલાવી લોકોમાં ભ્રમ અને રોષ ઊભો કરી રહ્યા હતા તે દિવસે વડા પ્રધાને દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે અને મિડિયાના અગ્રણીઓ સાથે બેઠક કરી કોરોનાથી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી. ૨૪ તારીખથી ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ મૂકાયો.

૩૪. ૨૪ માર્ચ- દેશને સંબોધનમાં વડા પ્રધાને કહ્યું કે આરોગ્યને લગતી સુવિધાઓ મજબૂત કરવા કેન્દ્રએ રૂ. ૧૫,૦૦૦ કરોડ ફાળવ્યા છે. તેમણે તે મધરાતથી સમગ્ર ભારતમાં લૉકડાઉનની પણ જાહેરાત કરી.

૩૫.૨૪ માર્ચ- વહેલી સવારે શાહીનબાગમાંથી સીએએ વિરોધીઓના તંબુને ઉખાડી ફેંકાયા અને પ્રદર્શનકારીઓને પકડી લેવાયા. પરંતુ ફરી ભીડ ઉમટી હતી. જોકે તે પછી કડક હાથે કામ લેવાયું. બીજી તરફ કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખી નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે પગલાં ઉઠાવવા વિનંતી કરી.

૩૬. ૨૫ માર્ચ- સેનિટાઇઝરની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકાયો.

૩૭. ૨૫ માર્ચ- ગુજરાત સહિત દેશભરમાં થનારી રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટેની ચૂંટણી મોકૂફ રખાઈ.

૩૮. ૨૫ માર્ચ- કેન્દ્ર સરકારે ગરીબો માટે રૂ. ૧.૭ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. ૮૦ કરોડ ગરીબોને રૂ.૨ પ્રતિ કિલો ઘઉં અને રૂ. ૩ પ્રતિ કિલો ચોખા આપવા જાહેરાત કરી. વિધવાઓ અને દિવ્યાંગોને વધારાના એક-એક હજાર પેન્શનરૂપે અપાશે. ખેડૂતોને રૂ. ૨,૦૦૦ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ અપાશે. જનધન ખાતાધારક મહિલાઓને ત્રણ મહિના રૂ. ૫૦૦ પ્રતિ માસ મળશે. ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર લાભાર્થીઓને અપાશે. મનરેગાની મજૂરીમાં રૂ.૨૦નો વધારો.

૩૯. ૨૫ માર્ચ- વડા પ્રધાને પ્રિન્ટ મિડિયાના અગ્રણીઓ સાથે અને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વારાણસીની જનતા સાથે કોરોના મુદ્દે સીધો સંવાદ કર્યો. નવરાત્રિમાં માતાને કોરોના સામે લડવા શક્તિની પ્રાર્થના કરીશ તેવું ટ્વીટ કર્યું.

૪૦. ૨૫ માર્ચ- કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ લાગુ કર્યો જેના હેઠળ ઘર-વાસનો ભંગ કરનારને બે વર્ષની કેદની જોગવાઈ છે.

૪૧. ૨૬ માર્ચ- જી-૨૦ દેશોના વડાઓ સાથેની વિડિયો શિખર પરિષદમાં વડા પ્રધાને ભાગ લીધો. આ બેઠક બોલવવાનો અનુરોધ મોદીનો જ હતો. તેમાં તેમણે કહ્યું કે કોરોના ક્યાંથી ફેલાયો તેના બદલે તેના નિદાન પર વાત કરવી જોઈએ. હૂ સંસ્થાને મજબૂત કરવા તેમણે અનુરોધ કર્યો.

૪૨. ૨૭ માર્ચ- કોરોના સામે લડવા મોદી સરકારે કેબિનેટ પ્રધાનોને વિવિધ રાજ્યોના પ્રભારી બનાવ્યા. તેઓ તેની તૈયારી અને વ્યવસ્થા પર નજર રાખવાનું કામ કરશે. વડા પ્રધાન મોદીએ દેશભરના રેડિયો જોકીઓ સાથે વિડિયો કૉન્ફરન્સથી વાત કરી કોરોના મુદ્દે જાગૃતિ ફેલાવવા અપીલ કરી.

૪૩. ૨૭ માર્ચ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ વિડિયો કૉન્ફરન્સ દ્વારા રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્ર શાસિત પ્રદેશના લૅફ્ટ. ગવર્નરો સાથે કોરોના મુદ્દે વાત કરી.

૪૪. ૨૮ માર્ચ- ભાજપે તેના સાંસદો રૂ. ૧ કરોડ અને ધારાસભ્યો એક મહિનાનો પગાર કેન્દ્રીય રાહત ફંડમાં દાન કરશે તેવી જાહેરાત કરી.

૪૫. ૨૯ માર્ચ- વડા પ્રધાન મોદીએ પૂણેની એક સરકારી હૉસ્પિટલમાં કામ કરી રહેલાં નર્સ છાયાબહેન સાથે વાત કરી. ‘મન કી બાત’માં નાછુટકે કરવા પડેલા ઘર-વાસ માટે લોકોની ક્ષમા માગી. સરકારે ૧૧ સશક્ત સમૂહો (એમ્પાવર્ડ ગ્રૂપ)ની રચના કરી જે આરોગ્યકાળજી વધારવા, અર્થતંત્રને પાટે લાવવા અને લોકોની તકલીફ ઘટાડવા કામ કરશે.

૪૬. ૩૦ માર્ચ- વડા પ્રધાન મોદીએ એક વ્યક્તિએ રૂ. ૫૦૧ દાન કરતાં તેની પ્રશંસા કરી કે દાનમાં મોટું કે નાનું કંઈ હોતું નથી. બીજી તરફ, કેન્દ્ર સરકાર સર્વોચ્ચમાં શ્રમજીવીઓના સ્થળાંતર પર જવાબ દેવામાં પણ વ્યસ્ત હતી.

૪૭, ૩૧ માર્ચ- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ડીઆરડીઓ આગામી અઠવાડિયાથી પ્રતિ દિન ૨૦ હજાર એન-૯૫ માસ્કનું નિર્માણ શરૂ કરી દેશે. વિભિન્ન હૉસ્પિટલો માટે ૧૪ હજાર વેન્ટિલેટર પણ લગાવાયાં છે. બીજી તરફ, વડા પ્રધાન મોદીએ આરએસએસ, આર્ટ ઑફ લિવિંગ સહિત સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ કોરોના મુદ્દે ચર્ચા કરી.

સબ હેડિંગ: એક તરફ, લેફ્ટ લિબરલ મિડિયાએ જૂઠાણાં ફેલાવ્યાં. બીજી તરફ, શ્રમજીવીઓ સ્થળાંતર કરે તેવી અફવા ફેલાઈ. ત્રીજી તરફ, શાહીનબાગમાંથી લોકો ઉઠવા તૈયાર નહીં. ત્યાં હિંસા થાય તેવાં ભાષણો. ૧ ફેબ્રુઆરીએ ખાતાવહી. ચોથી તરફ ટ્રમ્પની મુલાકાત. તે જ અરસામાં દિલ્લીમાં રમખાણો. આ બધાની સામે લડતાંલડતાં વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારે ન માત્ર કોરોનાને કાબૂમાં રાખવા ભરપૂર પ્રશંસનીય પ્રયાસો કર્યા પરંતુ વૈશ્વિક પહેલો પણ કરી.

(સાધના સામયિક, ૪ એપ્રિલ ૨૦૨૦ની કવરસ્ટૉરી)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Deepti Pandya 05/04/2020 - 9:22 AM

ખૂબ જ સુંદર છણાવટ . આ નાજુક પરિસ્થિતિ ને અનુલક્ષી ને ઉત્તમ નિર્ણય લીધો છે આપણા પ્રધાનમંત્રી શ્રી એ . દાદ માગી લે તેવી વાત છે અને આ સમયે આપણે સૌ સાથે મળીને સાથ સહકાર આપવો જોઈએ એજ પ્રાર્થના .

Reply
ધર્મેશ ત્રિવેદી 05/04/2020 - 6:13 PM

ખૂબ વીશદ છણાવટ સહિત ફેટપ એન્ડ ફીગરસ સાથે નો સમયોચિત લેખ..ખૂબ ખૂબ અભિનંદન..

Reply

Leave a Comment