Home » તો હું શું કંઈ ખોટું કરું છું?

તો હું શું કંઈ ખોટું કરું છું?

by Jaywant Pandya

(આને અછાંદસ કવિતા કે જે કંઈ કહો તે, જે સૂજ્યું તે લખ્યું છે.)

સૂર્ય-ચંદ્ર સાથેના ગ્રહમંડળની

વચ્ચેના એક ગ્રહ પર રહીને

જીવન આપનાર સૂર્ય પ્રકાશના વખાણ પણ કર્યા છે

સૂર્યની અધધ ગરમીની ટીકા પણ કરી છે

ચંદ્રની શીતળતા અને ચાંદની પ્રશંસ્યાં છે

ચંદ્રની પૂર્ણતા- અપૂર્ણતાની સમજ પણ આપી છે

તો પૃથ્વી પર રહીને મા વસુંધરાને સવારમાં

ઉઠતાં વેંત ‘સમુદ્ર વસને દેવી’ કહીને પ્રણામ પણ કરું છું

તો શું હું કંઈ ખોટું કરું છું?

 

હું ચાલું છું, હું ફરું છું,

હું આજુબાજુ સતત કંઈક જોઉં છું,

અવલોકન મારો સ્વભાવ છે,

અને મારો ધર્મ પણ.

મારો ધર્મ નિભાવું છું

તો શું હું કંઈ ખોટું કરું છું?

 

હું સ્વમાની છું, અભિમાની નહીં

સદા નમ્રતા રાખું છું,

જે મળે તેને નમસ્તે કરું છું

મને કંઈ ડંખે તો

ડંખની દવા પણ કરી જાણું છું

તો શું હું કંઈ ખોટું કરું છું?

 

સનાતની છું, ગર્વિત હિન્દુ છું

પણ વિધર્મીનો તિરસ્કાર કરતો નથી

હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હૂં

ભારત કા રહેનેવાલા હૂં, ભારત કી બાત સૂનાતા હૂં

તો શું હું કંઈ ખોટું કરું છું?

 

મને ન્યાયની કોઈ અપેક્ષા નથી

કોઈ પાસે ન્યાય માગતો નથી

માગવું મારો સ્વભાવ નથી

બીજા મારો ન્યાય શું તોળવાના?

મારો આત્મા જ સાક્ષી,

પરમાત્મા જ મારું સર્વોચ્ચ ન્યાયાલય

ચિત્રગુપ્તના ચોપડે જે લખાશે તે વંચાશે

તો તે શું કંઈ ખોટું કરવાનો છે?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment