Home » સૈનિકોનું અપમાન, ત્રાસવાદીઓને માન

સૈનિકોનું અપમાન, ત્રાસવાદીઓને માન

by Jaywant Pandya

કેન્દ્ર સરકારની રીતિનીતિ કેવી છે? આ સરકાર ત્રાસવાદીઓ માટે નકલી એન્કાઉન્ટરના કેસો ઊભા કરે છે અને સૈનિકોના અપમાન કરે છે. પાકિસ્તાન સૈનિકોએ બે ભારતીય સૈનિકોનાં માથાં વાઢી નાખ્યાં, તોય તેના વડા પ્રધાન ચૌધરી અને અગાઉ ગિલાનીની આગતાસ્વાગતા કોંગ્રેસ સરકારે કરી. ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકારે એક તરફ ગુજરાતની મદદ લેવાની ના પાડી દીધી (શું ગુજરાતના ભૂકંપ વખતે ગુજરાત સરકારે આવો પક્ષપાત કર્યો હતો?). બીજી તરફ ઉત્તરાખંડમાં રાહત કામગીરી કરવા જતાં આઈટીબીપીના સૈનિકોનાં મોત થયાં તો તેમને ‘શહીદી’નો દરજ્જો આપવાની ના. તેમને સામાન્ય મૃતક જ ગણવાના.
ઈશરત કેસમાં પણ હેડલીએ ઈશરત લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલી હોવાનું એનઆઈએને કહ્યું હતું. એ વાત રિપોર્ટમાંથી જ ગૂમ કરી દેવાઈ! માનો કે નરેન્દ્ર મોદીને મારવા નહીં આવ્યા હોય, તોય તેમના ઈરાદા તો ત્રાસવાદી જ હતા ને. અને ગુજરાતનાં જ એન્કાઉન્ટરોની વાત કેમ ચગાવાય છે? એક રિપોર્ટ મુજબ, સૌથી વધુ એન્કાઉન્ટર તો ઉત્તર પ્રદેશમાં થયાં છે. મહારાષ્ટ્રમાં પણ પ્રદીપ શર્મા, દયા નાયક સહિત અનેક પોલીસ અધિકારીઓએ એન્કાઉન્ટર કરીને ત્રાસવાદીઓ- ગુંડાઓનો સફાયો કર્યો જ હતો ને. તો પંજાબમાં કે. પી. એસ. ગિલે પણ બળપ્રયોગ કરીને પંજાબમાં ત્રાસવાદને ડામી દીધો હતો. તેમના પર પણ માનવાધિકાર ભંગના આક્ષેપો થયા હતા. કોંગ્રેસના વડા પ્રધાન નરસિંહ રાવે જ ગિલને છૂટો દોર આપ્યો હતો. ઇન્દિરા ગાંધીએ તો અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં સેનાને મોકલી હતી!

કદાચ કોંગ્રેસ માને છે કે રામલીલા મેદાનમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે અહિંસક વિરોધ કરી રહેલી રાજબાલા, જેનું કોંગ્રેસ સરકારના ઈશારે પોલીસના હાથે દમનમાં મોત થયું તે ત્રાસવાદી હતી, પણ ઈશરત નહીં! કદાચ કોંગ્રેસ માને છે કે ૧૬ ડિસેમ્બરના રોજ થયેલા ક્રૂર સામૂહિક બળાત્કારનો વિરોધ કરી રહેલી મહિલાઓ ત્રાસવાદી હતી જેના પર કોંગ્રેસ સરકારે પોલીસના હાથે લાઠીચાર્જ કરાવેલો.

You may also like

1 comment

Mayur 10/07/2013 - 5:48 PM

મુળ પ્રોબ્લેમ એ બાબતે છે કે આ જ સરકાર ચુંટણી સમય આવ્યે નવી-નવી યોજનાઓ બહાર પાડીને લઘુમતીની વોટબેંક રમી જાય છે…
પણ હવે મને નથી લાગતું કે તેઓ એમાં ફાવશે..

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.