Home » સિદ્ધુના જવાથી ચત્તુ થશે કે ઊંધું?

સિદ્ધુના જવાથી ચત્તુ થશે કે ઊંધું?

by Jaywant Pandya

નવજોતસિંહ સિદ્ધુ. માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર. બોલવામાં ચપચપ બોલે. અંગ્રેજી ને હિન્દીમાં પ્રભુત્વ. કોણ જાણે કેમ એને કોમેડી કાર્યક્રમ ‘લાફ્ટર ચેલેન્જ’ના નિર્ણાયક બનવાનું આવ્યું જેમાં એણે મોટેથી હસવા અને ‘ઠોકો તાલી’ સિવાય કંઈ કરવાનું નહોતું.રાજકારણમાં તેનો ઉપયોગ ડાયરા અને મહેશનરેશ પાર્ટીમાં મુખ્ય વક્તા બોલે કે મુખ્ય ગાયકો ગાય તે પહેલાં કોમેડિયન ટાઇમ પાસ કરાવવા આવે તેનાથી વિશેષ નહોતો. એ કંઈ મધુસૂદન મિસ્ત્રી, ગુરુદાસ કામત કે યોગેન્દ્ર યાદવ જેવા રણનીતિકાર નથી. કે એના જવાથી ભાજપ માટે આભ તૂટી પડે.
કપિલ શર્માના શૉમાં તાજેતરમાં જ (૨ જુલાઈએ) એમનાં પત્નીને ગેસ્ટ બનાવવામાં આવ્યાં ત્યારથી જ કંઈક રંધાતું હોવાની ગંધ આવી હતી.
બે વાત છે: (1) પહેલી મિડિયાની. મિડિયા માટે ભાજપમાંથી છગન, મગન કે ચમન કોઈ વિરુદ્ધ બોલે કે પક્ષ છોડે એ મુખ્ય સમાચાર છે.
કૉંગ્રેસના પૂર્વ કાયદા પ્રધાન હંસરાજ ભારદ્વાજે ઘણા ઘટસ્ફોટ કર્યા. માર્ગારેટ આલ્વાએ તો ઑગસ્ટા વેસ્ટલેન્ડના વચેટિયા સાથે સંજય ગાંધીના સમયથી સંબંધ હોવાનું જાહેર કર્યું. અજિત જોગીએ પક્ષ છોડ્યો. આમ આદમી પાર્ટીના નેતાએ કુરાનના પાના ફાડી પંજાબમાં સાંપ્રદાયિક તણાવ સર્જવા પ્રયાસ કર્યો. આપના ઘોષણાપત્રમાં સુવર્ણમંદિરની તસવીર સાથે ઝાડુ મૂકાયાનો વિવાદ થયો. દિલ્લીમાં ‘આપ’ના એક ધારાસભ્યએ એક બિલ્ડર પાસેથી 15 લાખની ખંડણી માગી. બિલ્ડરે ના પાડતા એની ધારાસભ્યના સમર્થકોએ ધોલધપાટ કરી. કેજરીવાલે 200 કરોડમાં પીઆર એજન્સી રાખી.
પણ મિડિયાએ આ સમાચારો કાં તો છાપ્યા જ નહીં અથવા અંદર ક્યાંક સિંગલ કૉલમમાં છાપ્યા.
(2) મિડિયા તો એનું કામ કરે પણ ભાજપના નેતાઓ શું કરે છે? મિડિયાને ગણકારતા નથી.પોતાનું મિડિયા બનાવવું નથી. જે મિડિયા ને પત્રકારો પોતાના છે એમને સાચવવા નથી ને સુધીન્દ્ર કુલકર્ણી તેમજ એમ. જે. અકબર ને માથે ચડાવવા છે. ભાજપના નેતાઓ વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાન-કાશ્મીર અંગે જે રાજકુમાર શૈલીમાં ડાયલૉગબાજી કરતા હતા તે હવે કેસ્ટો મુખર્જી શૈલીમાં બોલી રહ્યા છે. બધે રણનીતિ ઉલટી પડી રહી છે. દિલ્લી અને બિહારમાં ઊંધેકાંધ પડ્યા. ઉત્તરપ્રદેશ, પંજાબમાં હાર પાકી છે. ગુજરાતમાં છે એટલી બેઠકો જાળવવી મુશ્કેલ છે પણ અહીં ‘ટિના’ ફેક્ટર છે અને પ્રજા શાણી છે. ઓછા ખરાબને પસંદ કરી જાણે છે. ઉત્તરાખંડ હોય કે અરુણાચલ, કૉંગ્રેસની જેમ મોટા ઉપાડે સરકાર ઉથલાવવા ગયા પણ ભૂલી ગયા કે ન્યાયતંત્રમાં કૉંગ્રેસ પ્રેરિત ન્યાયાધીશો બેઠા છે. ગુજરાતમાં સુરેશ મહેતાના નેતૃત્વવાળી ભાજપ સરકાર હતી ત્યારે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં માઇક ફેંક્યા તેના પરથી રાજ્યપાલના રિપોર્ટ પરથી વિધાનસભાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
મૂળ વાત સિદ્ધુની હતી. પહેલાં શત્રુઘ્ન હવે સિદ્ધુ દુઃખી થઈ ગયા. આમ ને આમ પક્ષના નેતાઓ દુ:ખી થઈ નિષ્ક્રિય બની જાય કે પક્ષ છોડે એ સારું નથી. ભાજપ નેતાઓ પહેલેથી અહંકારી રહ્યા છે. પોતાનાને સાચવે નહીં. એની અવગણના કરે. શંકરસિંહ વાઘેલા જેવા સક્ષમ નેતા જાય ત્યારે એની ખૂબ બદનામી કરાય. એવા હાલ કરાય કે પેલી વ્યક્તિ ક્યારેય પાછા ફરવાનું ન વિચારે. આની સામે કૉંગ્રેસના આયાતીઓને માથે બેસાડે. પરિણામ એ આવે કે ન ઘરના ન ઘાટના એવી સ્થિતિ થાય. એટલે મિડિયાવિરોધ અને ભાજપના નેતાઓના અહં બ્રહ્માસ્મિના મિજાજને જોતાં આજના હાલે 2019માં મોદી ફરી વડાપ્રધાન બને તો ચમત્કાર ગણવો. જોકે હજુ ત્રણ વર્ષ છે સુધરવા માટે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

5 comments

smdave1940 19/07/2016 - 4:11 PM

અંદરની વાત શું છે તે ખબર નથી. નવજ્યોત સિદ્ધુ જેવા વક્તા જાય તો દુઃખદ ગણાય. શંકર સિંહ વાઘેલાએ તો બીજેપીની સરકાર ગબડાવી હતી એટલે તેમના પાછા આવવાની કે તેમને પાછા લાવવાની શક્યતા નાબુદ થાય તે યોગ્ય છે. શંકર સિંહે થોડી ધીરજ ધરી હોત અને થોડો પો’રો ખાધો હોત તેઓ મુખ્ય મંત્રી બની શક્યા હોત. પણ ગુજરાત માટે જે થયું તે સારું થયું. કારણ કે બીજેપીમાં, શંકર સિંહના અભાવમાં નરેન્દ્ર મોદી મળ્યા.
નવ જ્યોત સિદ્ધુ એપિસોડ જોતાં એવું લાગે છે કે હવે નેતાઓમાં ધીરજ અને પોરો ખાવાની વૃત્તિ રહી નથી. સૌ કોઈએ પોતાની સમસ્યા પક્ષીય કારોબારીમાં લઈ જવી જોઇએ. સૈદ્ધાંતિક મતભેદ ન હોય તો ખમી લેવું જોઇએ. જો સૈધ્ધાંતિક ગંભીર મતભેદ હોય તો નિવૃત્ત થઈ જવું જોઇએ. “આપ” જેવા વગોવાએલા અફઝલ પ્રેમી પક્ષનો આશરો ન લેવો જોઇએ.

Reply
मुकेश पंड्या 20/07/2016 - 8:44 AM

Jayvant तमारा लेखो माटे मने खूब आदर छे.खास तो देश नी वातॊ विषे.लख्ता रहो congrets साथे goodluck.

Reply
Jaywant Pandya 20/07/2016 - 5:55 PM

આભાર.

Reply
janak 21/07/2016 - 7:15 AM

jayawant bhai you are right but how to we sent our fillings too them.

Reply
Jaywant Pandya 27/07/2016 - 5:20 PM

Twitter is best medium.

Reply

Leave a Comment