Home » શું અખબારો-ટીવી ચેનલોમાં પણ સેન્સર બોર્ડની પરવાનગી હોવી જોઈએ?

શું અખબારો-ટીવી ચેનલોમાં પણ સેન્સર બોર્ડની પરવાનગી હોવી જોઈએ?

by Jaywant Pandya

ફિલ્મો અને નાટકોને રિલીઝ કરતા પહેલાં સેન્સર બોર્ડની પરવાનગી મેળવવી જરૂરી છે. એના કારણે ક્યારેક સાચી તો ક્યારેક ખોટી રીતે પરંતુ સેન્સર બોર્ડની તલવાર લટકેલી રહે છે. ફિલ્મોમાં હિંસા અને સેક્સ એ બંનેને કાબૂમાં રાખવાની સત્તા જો કોઈની પાસે હોય તો સેન્સર બોર્ડ પાસે છે અને બીજી દર્શકો પાસે. ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન ‘મર્ડર’, ‘હવસ’, ‘શીશા’, ‘અબ બસ’, ‘ગર્લફ્રેન્ડ’, ‘તૌબા તૌબા’ જેવી સેક્સપ્રચૂર ફિલ્મો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હતી, પણ અંતે એ બધી ફિલ્મોથી દર્શકો કંટાળી ગયા ને આજે માત્ર અંગપ્રદર્શન અને સેક્સી દૃશ્યોના સહારે  ‘ફિલ્મના સહારે મલ્લિકા’ થવા નીકળેલી મલ્લિકા શેરાવતો, નેહા ધૂપિયાઓ, ડાયના હેડનો, પાયલ રોહતગીઓ, અમૃતા અરોરાઓ ગોતી હાથ જડતી નથી!

અખબારો અને ટીવી ચેનલો બાબતે આવું થશે? આ સવાલ એટલે ઉદ્ભવે છે કે ગુજરાતી સહિતનાં અખબારોમાં રોજબરોજ આપણા માથે સેક્સ એટલું બધું પીરસાઈ રહ્યું છે કે હવે ચીતરી ચડે છે. હિરોઈનોના ક્લિવેજવાળા ફોટા, વિદેશના તો કોઈ પણ, ત્યાં કોઈ ‘ભૂજિયોભાઈ પણ ન ઓળખતો હોય’ પણ સેક્સી પોઝ આપ્યો હોય તેવી યુવતીના ફોટા છાપવામાં આવે છે, સેક્સને લગતા કોઈ પણ સર્વે હોય કે વિદેશમાં સેક્સને લગતા કોઈ પણ સમાચાર હોય ત્યારે એવું માનીને તે છાપવામાં આવે છે કે આ ‘સમાચાર’ દ્વારા ‘તમારી મરજી’નો ‘ ‘સંદેશ’ પહોંચી રહ્યો છે! ચેનલોમાં પણ કોઈ મોડલ રેમ્પ વોક કરતા હાથે કરીને કે પછી અકસ્માતે ટોપ સરકાવી દે અને પછી ‘હાય હાય આવું થઈ ગયું’ના શોરબકોરની સાથે વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. વિરોધ હોય તો પાછળ દૃશ્યો શા માટે બતાવવામાં આવે છે તે તો આઇનસ્ટાઇન માટે પણ કોયડો બની રહે!

ક્યાંક એવું તો નથી ને કે જે લોકો આવા સમાચાર છાપે છે, લખે છે અને પોતાની કોલમમાં વિકૃતિઓને સમર્થન આપે છે, એવા ઓઠા હેઠળ, કે દંભ ન કરવો જોઈએ તે ગણ્યાગાંઠ્યા લોકો જ વિકૃત છે? વધી રહેલા બળાત્કારની સંખ્યા પાછળ આ કારણને પણ તપાસવું જોઈએ. ઘણા ‘વેવલા’ઓ દલીલ કરશે કે સલવાર પહેરતી સ્ત્રીઓ પર પણ બળાત્કાર થાય છે. કોઈ એક ખોટી વાતને લઈને બીજી ખોટી વાતને સમર્થન આપવાથી બીજી ખોટી વાત સાચી નથી થઈ જતી. દુઃશાસને ચિરહરણ કર્યું હતું એટલે દુર્યોધનને તેમ કરવાનો પરવાનો નથી મળી જતો.

અને મહત્ત્વની વાત એ છે કે ફિલ્મો અને નાટકોને તો ‘એ’ સર્ટિફિકેટ મળે છે એટલે બાળકો તેમાં નથી જઈ શકતા (એ વાત અલગ છે કે થિયેટરમાં તેવું કોઈ જોતું નથી ને હવે તો મોબાઈલ અને લારીમાં સીડી દ્વારા પણ ખુલ્લેઆમ ‘બધું’ મળે છે, પણ અગેઇન, આ ‘બધું ‘ મળે છે એટલે પેલી વાત સાચી નથી સાબિત થઈ જતી)  તેમ અખબારો અને ટીવી ચેનલો માટે પણ વિચારવું પડશે.

નહીં તો એ સમય દૂર નથી જ્યારે અમેરિકા અને બ્રિટનની જેમ છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતા આપણા વિદ્યાર્થીઓ પણ સાહેબને મારી નાખતા અને કુંવારી માતા-પિતા બનતા થઈ જશે!

અત્યારે શરીરથી પુખ્ત લોકોએ માનસિક રીતે પણ પુખ્ત બનવું પડશે!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

6 comments

Kartik Mistry 22/06/2009 - 6:27 AM

ગુજરાત સમાચારની સહિયર પૂર્તિ જોવા જેવી છે..

Reply
કૃણાલ 22/06/2009 - 9:01 AM

ઇન્ટરનેટ પર દિવ્ય ભાસ્કર વાંચવાનું હવે મમ્મીને રેકમેન્ડ કરી શકાય એવું નથી રહ્યું.

Reply
arvindadalja 22/06/2009 - 5:10 PM

જયવંત ભાઈ વાત તમારી સાચી અને તથ્ય વાળી હોવા છતાં જે ઝડપથી લોકોની રૂચી બદલાઈ રહી છે અને ઈંટરનેટ જેવી સગવડતા હાથ વગી હોય અખબારો તો કંઈ નથી મા-બાપ ટીન એજર બાળકોને મોબાઈલ અને કોમ્પયુટર અપાવા દે છે અને તેનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે તે કેટલા મા-બાપોને જાણ હોય છે ? મા-બાપતો પોરષતા રહે છે કે અમારા બાળકો મોબાઈલ અને કોમ. વાપરે છે અને અમને પણ શીખવે છે. અમને તો એમાં કોઈ સમજ ના પડે પણ અમારાં બાળકો તો ફટાફટ ફોટા પણ પાડી લે અને કોમ્ ઉપર છેક વિદેશમાં વાતો કરતા હોય છે વગેરે. અખબારો ઉપરની સેંસરશીપ તો કદાચ આવે પણ ખરી પણ આ મોબાઈલ અને કોમ્ નું શું કરવુ ?

Reply
jay 23/06/2009 - 9:16 PM

bandhu, salvar vali yuvati o ane balatkar ni vat koi vevli dalil j nathi..hakikat 6e ne bharat sarkar, national comission of women etc dwara endrose thayeli 6e. kiran bedi bharat bhar ma nondhayela balatkar na cases nu taran kadhi ne e nakda mukya hata. delhi CP na ref thi parliament ma pan mukaya hata. blog potana angat mantvyo raju karva mate hoy 6e fine. pan hakikato ne puri samjya vinba ene vyaktigat gama- angama na purvagrah thi jova mate nathji hota…pukht vay ni vato ange avaj uthavva mate baalish purvagraho ne badle vadhu nakkar satyo apexit khara..[;)]

Reply
jaywantpandya 24/06/2009 - 2:34 AM

પ્રિય જયભાઈ,
ઉપર લખેલી બ્લોગપોસ્ટ એકવાર નિરાંતે ફરી વાર વાંચી જવા વિનંતી. સલવારવાળી યુવતીઓ પર બળાત્કાર નથી થતા એમ મેં કહ્યું જ નથી.

Reply
waterfallmagazine.com 04/06/2020 - 11:49 PM

waterfallmagazine.com
Thank you a bunch for sharing this with all folks you actually understand what you’re talking about!
Bookmarked. Kindly also talk over with my website =).
We can have a link trade agreement among us

Reply

Leave a Comment