Home » લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?

લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?

by Jaywant Pandya
લાપતાગંજ : સમયનું ચક્ર ફર્યું
દૂરદર્શનના સમયની બહુ વાતો થાય છે. ત્યારે જે કંઈ
સિરિયલો આવતી તેમાં કંઈક સમાજની વાત ઝળકતી
હતી. સમાજનું પ્રતિબિંબ પડતું હતું. સમાજના છેવાડાના
માનવીની ચિંતા દેખાતી હતી, પરંતુ તે પછી ઝી ટીવી
આવ્યું ને ‘તારા’, ‘બનેગી અપની બાત’ જેવી અર્બનાઇઝ્ડ
સ્ટોરીવાળી સિરિયલોનું ચક્ર ચાલ્યું.
સોની કે સ્ટાર આવ્યા તો ય એ ચક્ર યથાવત ચાલતું રહ્યું.
એકતા કપૂરની ‘કે’ બ્રાન્ડ સિરિયલોમાં ભારતીયતાની ઘણી
વાતો થઈ પણ તે દૂર દૂર સુધી ભારતીયોને સ્પર્શે તેવી
નહોતી. તેમાં ઝઘડા, વેરઝેર, ઈર્ષા, અદેખાઈ અને અનૈતિક
સંબંધો તેમજ મુખ્યત્વે ધનાઢ્ય વર્ગ જ ઝળકતો હતો.
અનેક ચૅનલો અને રિમોટ આવ્યા પછી એક બીજી સમસ્યા
પણ હતી. કમાતા વર્ગને એટલે કે પતિ અને જો પત્ની
કમાતી હોય તો તેને પહેલાં સ્ટાર વન પર ‘લાફ્ટર ચૅલેન્જ’
જેવા હાસ્ય કાર્યક્રમો અને પછી સબ ટીવી જોવાનું ગમતું
હતું. પણ ઘરમાં રહેતી ગૃહિણીઓને ‘કે’ બ્રાન્ડ સિરિયલો.
હવે વાત સબ ટીવીની. સબ ટીવીનો કેસ આમ તો એક બે
ગુજરાતી અખબારો અને મેગેઝિનો સહિત ઘણાને લાગુ પડે
છે. મેનેજમેન્ટ એમ માનતું હોય છે કે માત્ર ને માત્ર ધનાઢ્ય
વર્ગને પસંદ પડે તેવું આપવાથી જ વાચકો કે ટીઆરપી
મળી રહેશે. પરંતુ તેવું નથી હોતું. જો મેનેજમેન્ટમાં
બેઠેલાઓ ફરે કે તેમના વિચાર ફરે તો સારું કન્ટેન્ટ મળી
રહે છે તે દાખલો સબ ટીવીના કેસમાં જોઈ શકાય છે.
મૂળ તો સબ ટીવી અધિકારી બ્રધર્સે ચાલુ કરેલું. તેમાં હાસ્ય
કાર્યક્રમોનું જ મૂળ તો પ્રાધાન્ય હતું. હલકી ફૂલકી સિરિયલો
જેવી કે ‘યસ બોસ’, ‘સિફારશીલાલ’, ‘ઓફિસ ઓફિસ’ જેવી
તેમાં આવતી હતી. તેમાં વળી અધિકારી બ્રધર્સે સ્વાતિ
ચતુર્વેદી (જે અત્યારે ઝી ન્યૂઝ સાથે સંકળાયેલાં છે)નો ટોક
શો બુધવારે શરૂ કર્યો. સાથે જમણેરી પત્રકાર મનોજ
રઘુવંશીનો ચર્ચાનો કાર્યક્રમ રવિવારે આવતો હતો. પછી
અધિકારી બ્રધર્સના હાથમાંથી આ ચેનલ સોની
એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક, ટૂંકમાં સોનીના હાથમાં ગઈ.
શરૂઆતમાં તો હલકાફૂલકા કાર્યક્રમો શરૂ રહ્યા પરંતુ પછી
તેમાં પણ સ્ત્રીલક્ષી ધારાવાહિકો શરૂ થયા. ‘ફેમ ગુરુકૂલ’
જેવો સંગીતાત્મક રિયાલિટી શો પણ આવ્યો. વળી ૨૦૦૬માં
‘પાર્ટી’, ‘એફઆઇઆર’ વગેરે જેવી કોમેડી સિરિયલો તેમણે
શરૂ કરી.
ટૂંકમાં, કભી દાયેં કભી બાયેં જેવો ક્રમ ચાલતો રહ્યો.
ઘડીકમાં હાસ્ય ઘડીકમાં સ્ત્રીલક્ષી ધારાવાહિક. છેવટે એકાદ
વર્ષથી પરિવારપ્રધાન હલકીફૂલકી- મધ્યમવર્ગને સ્પર્શે
તેવી સિરિયલો શરૂ થઈ, જેમાં શિરમોર રહી આપણા તારક
મહેતાની કોલમ પર આધારિત ‘તારક મહેતા કા ઉલટા
ચશમા’. આ સાથે એક્સપેરિમેન્ટલ એવી પહેલી કોમેડી
હોરર સિરિયલ ‘ભૂતવાલા સિરિયલ’, ‘જુગની ચલી જલંધર’
અને ‘ગનવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ પણ શરૂ થઈ.
વ્યંગાત્મક કાર્યક્રમ ‘ટેઢી બાત’ આવ્યો.
હવે તેના પર આવી રહ્યા છે શરદ જોશી. સ્વ. શરદ જોશી
જાણીતા મરાઠી હાસ્ય-વ્યંગ લેખક. તેમની વાર્તાઓ
આધારિત સિરિયલ ‘લાપતાગંજ’ શરૂ થઈ રહી છે. આ
સિરિયલ દૂરદર્શનના સમયમાં આવતી તેવી સિરિયલો
જેવી છે તેવું તેના પ્રોમો જોઈને લાગે છે. એક નજર કરો
આ પ્રોમોના વર્ણન પર.
પ્રોમો ૧ : એક દંપતી સૂતું છે. લાઇટ સ્વાભાવિક જ નથી.
ઓચિંતાની લાઇટ આવે છે. પત્ની પતિને કહે છે, ‘એ જી,
તનિક યે લાઇટ તો બંધ કર દો.’ પતિ કહે છે, ‘તનિક ઠહરો.
લાઇટ ચલી જાયેગી.’ હજુ ઘણા બધા શહેરોમાં-ગામોમાં
થાય છે તેમ, વીજળી થોડી જ વારમાં ગૂલ થઈ જાય છે.
દંપતી ફરી સૂઈ જાય છે. સૂતા સૂતા પત્ની પતિને કહે છે,
‘કલ લાઇટ બિલ ભરના મત ભૂલના, વરના લાઇટ કટ
જાયેગી!’
આમ જોઈએ તો લાઇટ બહુ ઓછા સમય રહે તોય દંપતી
પાછું ચિંતા કરે કે લાઇટ બિલ નહીં ભરાય તો લાઇટ કપાઈ
જશે!
પ્રોમો ૨ : એક વિસ્તારના લોકો હોળી રમી રહ્યા છે. એવામાં
નેતા તેમના ચમચા સાથે આવે છે ત્યારે વિસ્તારના લોકો
તેમના પર ડોલમાંથી પાણી છાંટે છે. હકીકતે ડોલ ખાલી
હોય છે, પણ નેતા ડરી જાય છે અને પાછળ હટી જાય છે.
લોકો કહે છે, ‘પાની હો ન હો, ત્યોહાર તો આતે હી હૈ.’
ટૂંકમાં દરેક સ્થિતિમાં ખુશ રહેવાની સરેરાશ ભારતીયની
વાત સિરિયલમાં હશે તેમ લાગે છે.
સિરિયલ ૨૬ ઓક્ટોબરથી શરૂ થાય છે. જરૂર જોજો!

દૂરદર્શનના સમયની બહુ વાતો થાય છે. ત્યારે જે કંઈ સિરિયલો આવતી તેમાં કંઈક સમાજની વાત ઝળકતી  હતી. સમાજનું પ્રતિબિંબ પડતું હતું. સમાજના છેવાડાના માનવીની ચિંતા દેખાતી હતી, પરંતુ તે પછી ઝી ટીવી આવ્યું ને ‘તારા’, ‘બનેગી અપની બાત’ જેવી અર્બનાઇઝ્ડ સ્ટોરીવાળી સિરિયલોનું ચક્ર ચાલ્યું.

સોની કે સ્ટાર આવ્યા તો ય એ ચક્ર યથાવત ચાલતું રહ્યું. એકતા કપૂરની ‘કે’ બ્રાન્ડ સિરિયલોમાં ભારતીયતાની ઘણી વાતો થઈ પણ તે દૂર દૂર સુધી ભારતીયોને સ્પર્શે તેવી નહોતી. તેમાં ઝઘડા, વેરઝેર, ઈર્ષા, અદેખાઈ અને અનૈતિક સંબંધો તેમજ મુખ્યત્વે ધનાઢ્ય વર્ગ જ ઝળકતો હતો.  અનેક ચૅનલો અને રિમોટ આવ્યા પછી એક બીજી સમસ્યા પણ હતી. કમાતા વર્ગને એટલે કે પતિ અને જો પત્ની કમાતી હોય તો તેને પહેલાં સ્ટાર વન પર ‘લાફ્ટર ચૅલેન્જ’ જેવા હાસ્ય કાર્યક્રમો અને પછી સબ ટીવી જોવાનું ગમતું હતું. પણ ઘરમાં રહેતી ગૃહિણીઓને ‘કે’ બ્રાન્ડ સિરિયલો.

હવે વાત સબ ટીવીની. સબ ટીવીનો કેસ આમ તો એક બે ગુજરાતી અખબારો અને મેગેઝિનો સહિત ઘણાને લાગુ પડે છે. મેનેજમેન્ટ એમ માનતું હોય છે કે માત્ર ને માત્ર ધનાઢ્ય વર્ગને પસંદ પડે તેવું આપવાથી જ વાચકો કે ટીઆરપી મળી રહેશે. પરંતુ તેવું નથી હોતું. જો મેનેજમેન્ટમાં બેઠેલાઓ ફરે કે તેમના વિચાર ફરે તો સારું કન્ટેન્ટ મળી રહે છે તે દાખલો સબ ટીવીના કેસમાં જોઈ શકાય છે. મૂળ તો સબ ટીવી અધિકારી બ્રધર્સે ચાલુ કરેલું. તેમાં હાસ્ય કાર્યક્રમોનું જ મૂળ તો પ્રાધાન્ય હતું. હલકી ફૂલકી સિરિયલો જેવી કે ‘યસ બોસ’, ‘સિફારશીલાલ’, ‘ઓફિસ ઓફિસ’ જેવી તેમાં આવતી હતી. તેમાં વળી અધિકારી બ્રધર્સે સ્વાતિ ચતુર્વેદી (જે અત્યારે ઝી ન્યૂઝ સાથે સંકળાયેલાં છે)નો ટોક શો બુધવારે શરૂ કર્યો. સાથે જમણેરી પત્રકાર મનોજ રઘુવંશીનો ચર્ચાનો કાર્યક્રમ રવિવારે આવતો હતો. પછી અધિકારી બ્રધર્સના હાથમાંથી આ ચેનલ સોની એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક, ટૂંકમાં સોનીના હાથમાં ગઈ.

શરૂઆતમાં તો હલકાફૂલકા કાર્યક્રમો શરૂ રહ્યા પરંતુ પછી તેમાં પણ સ્ત્રીલક્ષી ધારાવાહિકો શરૂ થયા. ‘ફેમ ગુરુકૂલ’ જેવો સંગીતાત્મક રિયાલિટી શો પણ આવ્યો. વળી ૨૦૦૬માં ‘પાર્ટી’, ‘એફઆઇઆર’ વગેરે જેવી કોમેડી સિરિયલો તેમણે શરૂ કરી.

ટૂંકમાં, કભી દાયેં કભી બાયેં જેવો ક્રમ ચાલતો રહ્યો. ઘડીકમાં હાસ્ય ઘડીકમાં સ્ત્રીલક્ષી ધારાવાહિક. છેવટે એકાદ વર્ષથી પરિવારપ્રધાન હલકીફૂલકી- મધ્યમવર્ગને સ્પર્શે તેવી સિરિયલો શરૂ થઈ, જેમાં શિરમોર રહી આપણા તારક મહેતાની કોલમ પર આધારિત ‘તારક મહેતા કા ઉલટા ચશમા’. આ સાથે એક્સપેરિમેન્ટલ એવી પહેલી કોમેડી હોરર સિરિયલ ‘ભૂતવાલા સિરિયલ’, ‘જુગની ચલી જલંધર’ અને ‘ગનવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ પણ શરૂ થઈ. વ્યંગાત્મક કાર્યક્રમ ‘ટેઢી બાત’ આવ્યો.

હવે તેના પર આવી રહ્યા છે શરદ જોશી. સ્વ. શરદ જોશી જાણીતા મરાઠી હાસ્ય-વ્યંગ લેખક. તેમની વાર્તાઓ આધારિત સિરિયલ ‘લાપતાગંજ’ શરૂ થઈ રહી છે. આ સિરિયલ દૂરદર્શનના સમયમાં આવતી તેવી સિરિયલો જેવી છે તેવું તેના પ્રોમો જોઈને લાગે છે. એક નજર કરો આ પ્રોમોના વર્ણન પર.

પ્રોમો ૧ : એક દંપતી સૂતું છે. લાઇટ સ્વાભાવિક જ નથી. ઓચિંતાની લાઇટ આવે છે. પત્ની પતિને કહે છે, ‘એ જી, તનિક યે લાઇટ તો બંધ કર દો.’ પતિ કહે છે, ‘તનિક ઠહરો. લાઇટ ચલી જાયેગી.’ હજુ ઘણા બધા શહેરોમાં-ગામોમાં થાય છે તેમ, વીજળી થોડી જ વારમાં ગૂલ થઈ જાય છે.

દંપતી ફરી સૂઈ જાય છે. સૂતા સૂતા પત્ની પતિને કહે છે, ‘કલ લાઇટ બિલ ભરના મત ભૂલના, વરના લાઇટ કટ જાયેગી!’

આમ જોઈએ તો લાઇટ બહુ ઓછા સમય રહે તોય દંપતી પાછું ચિંતા કરે કે લાઇટ બિલ નહીં ભરાય તો લાઇટ કપાઈ જશે!

પ્રોમો ૨ : એક વિસ્તારના લોકો હોળી રમી રહ્યા છે. એવામાં નેતા તેમના ચમચા સાથે આવે છે ત્યારે વિસ્તારના લોકો તેમના પર ડોલમાંથી પાણી છાંટે છે. હકીકતે ડોલ ખાલી હોય છે, પણ નેતા ડરી જાય છે અને પાછળ હટી જાય છે. લોકો કહે છે, ‘પાની આયે ન આયે, ત્યોહાર તો આતે હી હૈ.’

ટૂંકમાં દરેક સ્થિતિમાં ખુશ રહેવાની સરેરાશ ભારતીયની વાત સિરિયલમાં હશે તેમ લાગે છે.

સિરિયલ ૨૬ ઓક્ટોબરથી શરૂ થાય છે. જરૂર જોજો!

You may also like

1 comment

વિવેક દોશી 14/10/2009 - 12:48 PM

લાપતાગંજ વીશે ગઈકાલે ટી.વી ઉપર જોયું પ્રોમો ૨ ખુબ સરસ હતી
હું તો લાપતાગંજની આતુરતાથી રાહ જોવું છું

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.