Home » મનમોહના બડે સચ્ચે

મનમોહના બડે સચ્ચે

by Jaywant Pandya
ડૉ. મનમોહનસિંહ

ડૉ. મનમોહનસિંહ

ભાજપમાં જે ડખ્ખા ચાલી રહ્યા છે તે ખરેખર તો કૉંગ્રેસ માટે આનંદની વાત ગણાય, પણ ખરી લોકશાહીમાં, ખેલદિલી હોવી જોઈએ. અને તે વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે બતાવી છે, ભલે તેમના પર ગત લોકસભાની ચૂંટણીમાં માછલા ધોવાયા હોય અને તેમને ‘નિકમ્મા’ કહેવાયા હોય.

તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદને તેનો આંતરિક વિવાદ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે સારી બાબત નથી. દરેક પક્ષમાં સ્થિરતા હોવી જોઈએ. કોલમિસ્ટ ગુણવંત શાહ લખે છે તેમ, તંદુરસ્ત લોકશાહીમાં શાસક- વિપક્ષ બંને સ્થિર હોવા જરૂરી છે.

બીજી વાત મનમોહને કંધાર અને પોખરણ બાબતે પણ કરી છે.

ઘણા મિડિયાપ્યાસા લોકો પ્રસિદ્ધિ માટે કંઈ ને કંઈ ઉધામા કરતા રહે છે. વૈજ્ઞાનિક કે. સંતનમને શૂં સૂજ્યું તે તો ખબર નથી પણ તેમણે કહ્યું કે પોખરણમાં ૧૯૯૮માં કરાયેલાં પરીક્ષણો સફળ નહોતાં. અગાઉ, અડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર  : ભૂલ કોની?માં લખ્યા મુજબ, ઘણી વાર પોતાના જ લોકો આપણને નીચા પાડતા હોય છે. પોખરણ બાબતે જે કંઈ સત્ય હોય, પણ દેશહિતમાં તે જાહેર કરવાની જરૂર નહોતી.

વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ યોગ્ય જ રીતે કહ્યું છે કે પોખરણનો વિવાદ બિનજરૂરી ન ઉછાળો.

વડા પ્રધાને કંધાર (તેમના પક્ષ માટે તો ખરેખર આ મોટો પોઇન્ટ છે, ત્રાસવાદના મુદ્દે  ભાજપને ટક્કર આપવા માટે)ના મુદ્દાને પણ ભૂલી જવા શીખ આપી છે.

ખરેખર! ડૉ. મનમોહનસિંહે પરિપક્વતાના દર્શન કરાવ્યા છે.

You may also like

1 comment

શિરીષ દવે 31/08/2009 - 1:38 AM

સંતનમે ઈન્દીરા ગાંધીના વખતના પ્રરમાણુ પરિક્ષણને એક તદ્દન પ્રાથમિક કક્ષાનું ટેકનીકલ ગણાવેલું. અને કોંગ્રેસીઓએ તેને મહાન પરિક્ષણ ગણાવેલું. ઓ કે તે પછી કોંગ્રેસે તદ્દન પૂર્ણવિરામ મૂક્યું હતું. અને તેમના કહેવાતા મહાન અને નિડર નેતાઓ અમેરિકાના ન જાહેર કરાએલા દબાણ આગળ ઝૂકી ગયા હતા.

વળી જુઓ, અબ્દુલ કલામે સંતનમની વાતનું બીજેપી ના શાસન વખતે થયેલા પરમાણુ પરિક્ષણની ઉપર થયેલી ટીકાનું ખંડન કર્યું છે. કોંગ્રેસના વખતના પરમાણુ પરિક્ષણની અધુરાપણાની ટીકા ઉપર કશું જ ખંડન થયું નથી.

આ પ્રમાણે બીજેપી જે ભારત માટે ગર્વનું કામ કરી શકે છે તે કામ કોંગ્રેસ તેના ૫૦ વર્ષના શાસનમાં કરી શકી નથી.

હવે તમે જુઓ, કોઇ પણ મીડીયા આ બાબત વિષે કશો હોબાળો મચાવ્યો નથી અને કોઇએ કોંગ્રેસને ભીંસમાં લીધી નથી. શું આ સંશોધનનો વિષય નથી?

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.