Home » બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

by Jaywant Pandya

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે રજૂ કરેલું બજેટ નોટબંધીની મુશ્કેલીઓ પછી મલમપટ્ટાની જેમ રાહત આપવા અને ઉ.પ્ર., પંજાબની ચૂંટણી લક્ષી છે તેમાં ના નથી. તેમાં ખેડૂતો, ગરીબો, ગામડાં, યુવાનો, દલિતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને અને લઘુ- મધ્યમ સાહસિકોને ખુશ કરવા પ્રયાસ છે. રાજકીય પક્ષોને કાળાં નાણાંમાંથી બહાર લાવવાનો સારો પ્રયાસ છે. જેટલીજીએ ગાંધીજીનો ચારથી પાંચ વાર અને એક વાર સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. બે હિન્દી અને એક અંગ્રેજી કાવ્ય પંક્તિઓ પણ ટાંકી હતી. જોકે રમૂજનો અભાવ હતો. રેલવે બજેટને આ બજેટમાં ભેળવી, ૨૮ ફેબ્રુ.ના બદલે ૧ ફેબ્રુ.ના રોજ બજેટ અને આયોજન પંચ નાબૂદ થવાથી પ્લાન અને નોન પ્લાન ખર્ચનું વર્ગીકરણ દૂર થવું આ બધી વાતો આ બજેટને ઐતિહાસિક બનાવે છે. ઉલ્લેખનીય છે કે એ ભાજપ (વાજપેયી) સરકાર હતી જેણે સોએક વર્ષની અંગ્રેજોને અનુકૂળ પરંપરા હટાવી હતી. બ્રિટનમાં સવારના અગિયાર વાગ્યા હોય ત્યારે આપણે ત્યાં સાંજના પાંચ વાગ્યા હોય. એટલે બજેટ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થતું. આ એક દિવસ આખા દેશને કારણ વગર ઉજાગરો થતો. કાળા અંગ્રેજોએ આ પરંપરા આઝાદીના ૬૩ વર્ષ સુધી ચાલુ રાખી હતી. વાજપેયી સરકારે ૨૦૦૦માં તે દૂર કરી.

બજેટ સંક્ષિપ્તમાં
ખેડૂતો માટે:
■ પાક વીમા માટે ૯ હજાર કરોડ
■ ૧૦ લાખ કરોડ ક્રેડિટ કાર્ડ
■ નાબાર્ડમાં ૧૪ હજાર કરોડનું ઇરિગેશન ફંડ
■ રૂ. ૫ હજાર કરોડનું માઇક્રો ઇરિગેશન ફંડ સ્થપાશે
■ ખેડૂતોને વધુ ભાવ મળે તે માટે પ્રયાસો.
■ સોઇલ હેલ્થ કાર્ડ આપવાની ઝડપ વધી.
■ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં લેબ સ્થપાશે

ગરીબો માટે:
■ મનરેગા માટે ૪૮ હજાર કરોડની અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી.
■ ૫૦ હજાર ગ્રામ પંચાયતોને ગરીબીમાંથી બહાર લવાશે.
■ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી રૂ. ૧૫ હજાર કરોડથી વધારી રૂ. ૨૩ હજાર કરોડ કરી.
■ ચીટ ફંડમાંથી ગરીબોને બચાવવા ખરડો લવાશે.
■ ૨૦૧૯માં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ ૧ કરોડ ગરીબોને ઘરો.

દલિતો-આદિવાસીઓ માટે
■ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ દલિત, આદિવાસી, ગરીબ સાહસિકોને પ્રોત્સાહન

ગ્રામ્ય ક્ષેત્ર:
■ સ્વચ્છતા-શૌચાલય પર ભાર.
■ ચાર વર્ષમાં પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવા નેશનલ રૂરલ ડ્રિંકિંગ પ્રૉગ્રામ.
■ગ્રામીણ અને કૃષિ માટે રૂ. ૧,૮૭,૨૨૩ કરોડની ફાળવણી. ૨૪ ટકા વધારો.
■ ગ્રામ પંચાયતોમાં વાઇફાઈ-ઇન્ટરનેટની પહોંચ વધારાશે.
■ દુષ્કાળની અસર નિવારવા પાંચ લાખ તળાવો બનાવાશે.
■ ૨૦૧૮ સુધીમાં ૧૦૦ ટકા ગામડાંમાં વીજળી.
■ ડિજિટલ ગાંવ પહેલ.

યુવાનો માટે:
■ માધ્યમિક શાળાઓમાં ઇનોવેશન ફંડ.
■ કૉલેજોને ઓળખી સ્વાયત્તતા અપાશે.
■ વિદેશી ભાષાના કોર્સ ચલાવાશે.
■ ગુજરાત, ઝારખંડમાં એઇમ્સ.
■ યુજીસીનું પુનર્ગઠન કરાશે.
■ નેશનલ ટેસ્ટિંગ એજન્સી સીબીએસઇની જગ્યાએ પરીક્ષા લેશે.
■ ૩.૫ કરોડ યુવાનોને સંકલ્પ કાર્યક્રમ હેઠળ પ્રશિક્ષણ અપાશે.
■ ૮ જિલ્લા કેરોસીન મુક્ત બનાવાશે.
■ ૩૫૦ ઓનલાઇન અભ્યાસ શરૂ કરાશે.

મહિલા-બાળકો માટે:
■ ૩૧મી ડિસેમ્બરે જ વડા પ્રધાન મોદીએ ગરીબ ગર્ભવતી મહિલાઓને રૂ. ૬૦૦૦ની સહાય જાહેર કરી હતી.
■ મહિલાઓ-બાળકો માટે ભંડોળ રૂ. ૧.૫ લાખ કરોડથી વધારી રૂ. ૧.૮૪ લાખ કરોડ.
■ એલએનજી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી ૨.૫ ટકા કરાતાં પાઇપલાઇનથી ગેસ સસ્તો થશે.
■ ગ્રામીણ મહિલાઓ માટે આંગણવાડીઓમાં સશક્તિકરણ કેન્દ્રો.

વૃદ્ધો માટે:
■ એલઆઈસી પોલિસી પર ૮ ટકા રિટર્ન
■ આધાર કાર્ડ આધારિત હેલ્થ કાર્ડ.

મધ્યમ વર્ગ અને લઘુ- મધ્યમ સાહસિકો માટે:
■ એફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો.
■ રૂ. ૨.૫ લાખથી રૂ.૩ લાખની આવક પર દર ૧૦ ટકાથી ઘટાડી ૫ ટકા.
■ મુદ્રા બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ ફાળવણી. રૂ. ૨૨ હજાર કરોડની ફાળવણી. લક્ષ્ય વધારો રૂ. ૨.૪૪ લાખ કરોડ.
■ એફોર્ડેબલ હાઉસિંગમાં કાર્પેટ એરિયાને આધાર બનાવાશે.
■ રૂ. ૫૦ કરોડથી ઓછો નફો કરતી કંપનીને ટેક્સમાં એક ટકા ઘટાડો.
■ નાની કંપનીઓને વેરામાં પાંચ ટકા છૂટ. ૨૫ ટકા કરાયો.

પોલિટિકલ ફંડિંગને પારદર્શી બનાવવા અને રાજકીય પક્ષોને કાળુ નાણું મળતું અટકાવવા પગલાં:
■ મહત્તમ રૂ. ૨૦૦૦નું દાન રોકડમાં લઈ શકાશે.
■ દાતાની યાદી જરૂરી.
■ આવકવેરા રિટર્ન ભરવું પડશે.
■ ઇલેક્ટોરલ બોન્ડ બહાર પડાશે. ચેક/ડિજિટલ પેમેન્ટ જરૂરી.

અમીરો પર વેરો
■ રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડની આવક પર દસ ટકા સરચાર્જ.

વેરા દરખાસ્તો:
■ પાંચ લાખ સુધીની આવક માટે આવકવેરાનું ફોર્મ એક પાનાનું કરાયું.
■ સ્થાવર સંપત્તિમાં કેપિટલ ગેઇન ટેક્સ હૉલ્ડિંગ ત્રણ વર્ષથી ઘટાડી બે વર્ષ.

સંરક્ષણ ક્ષેત્રે:
■ સૈનિકોને ટિકિટ માટે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે.
■ સંરક્ષણ ખર્ચ રૂ. ૨.૭૪ લાખ કરોડ.

રેલવે-શહેર-સુવિધાઓ:
■ મુસાફર સુરક્ષા પર જોર. રેલ સંરક્ષા કોષ બનાવાશે. રૂ. ૧ લાખ કરોડની ફાળવણી પાંચ વર્ષ માટે.
■ ઇ-બુકિંગમાં સર્વિસ ચાર્જ દૂર થશે.
■ ૫૦૦ સ્ટેશનો પર દિવ્યાંગોની સુવિધા વધશે.
■ ૭ હજાર સ્ટેશનોએ સૌર ઊર્જાથી ચલાવવા પ્રયાસ.
■ કોચ મિત્ર સુવિધા અપાશે. કોચ સંબંધિત ફરિયાદો હલ કરાશે.
■ બાયો ટોઇલેટ બનાવાશે.
■ નવી મેટ્રો રેલ પોલિસી બનાવાશે.
■ યાત્રા અને પર્યટન માટે ખાસ ટ્રેનો.
■ રેલવેની બે કંપનોઓને શેરબજારમાં લવાશે.
■ એફડીઆઈ માટે એફઆઈપીબી દૂર કરાશે.
■ રાષ્ટ્રીય રાજમાર્ગો માટે રૂ. ૬૪ હજાર કરોડની ફાળવણી.
■ કોસ્ટલ કનેક્ટિવિટી વધારાશે.
■ દેવાળું ફૂંકનારની સંપત્તિ જપ્ત કરવા નવો કડક કાયદો લવાશે.
■ આધારવાળી પેમેન્ટ સિસ્ટમ લવાશે.
■ હેડ પોસ્ટ ઑફિસનો ઉપયોગ પાસપૉર્ટ ઑફિસ તરીકે કરાશે.
■ વણવપરાયેલા એરપૉર્ટને પીપીપી ધોરણે ફરી ધમધમતા કરાશે.
■ સાબરમતી આશ્રમની શતાબ્દિ ઉજવાશે.
■ શ્રમ કાયદા સરળ બનાવાશે.
■ દવાઓ સસ્તી ઉપલબ્ધ કરાવાશે. ગામડામાં સારાં ડૉક્ટરો માટે બેઠકોમાં ૫૦૦૦નો વધારો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment