Home » જે ગુજરાતમાં છે તે બધે છે

જે ગુજરાતમાં છે તે બધે છે

by Jaywant Pandya

ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવાઈ રહી છે.આ સમયે ગુજરાતના અને ગુજરાતના અલગ રાજ્ય માટે લડનાર નેતાઓનું સ્મરણ થવું સ્વાભાવિક છે.

આમાં ગુજરાતના અને ભારતની સ્વતંત્રતા માટે લડનાર મોહનદાસ કરમચંદ ગાંધી ઉપાખ્યે ગાંધીજીનું નામ પહેલું યાદ આવે. ગાંધીજી બાદના ક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ છે. જો સરદાર ન હોત તો? તો કદાચ ભારતના ટુકડેટુકડા જ હોત. અલગ -અલગ રજવાડાઓને એકત્ર કરવાનું કાર્ય ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર લાવી તેના કરતાં ઓછું કપરું નહોતું. જો ભારતના સદ્ભાગ્ય હોત તો તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હોત અને તો કદાચ ભારતનો નકશો અને વિકાસ કંઈક અલગ જ હોત.

ઠીક. સરદારની તદ્દન સામેની પ્રકૃતિના નેતા એટલે મોહમ્મદ અલી ઝીણા. ઝીણાએ ભારતના ભાગલા પડાવ્યા, તે પણ લોકોની લાશ પર. કૉંગ્રેસના બદલે બિનકૉંગ્રેસી શાસન લાવનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી. વળી, મોરારજી તો અલગ ગુજરાત રાજ્યની વિરુદ્ધ હતા! એ વખતે તેમની કંઈક અલગ વિચારસરણી રહી હશે.

અત્યારે કેન્દ્રમાં જેમનો મજબૂત સિક્કો પડે છે તે, કૉંગ્રેસના અહેમદ પટેલ પણ ગુજરાતી જ છે ને અને રાષ્ટ્રીય ભાજપમાં મજબૂત અવાજ ધરાવતા નરેન્દ્ર મોદી ગુજરાતી છે તે કહેવાની જરૂર નથી.

ટૂંકમાં, મહાભારત વિશે જેમ કહેવાય છે તે ગુજરાત વિશે પણ કહી શકાય. મહાભારતમાં જે છે તે આખા વિશ્વમાં છે અને તેમાં નથી તે ક્યાંય નથી. ગુજરાતની ભૂમિ પર નાયકો પણ પાક્યા છે અને ઝીણા જેવા ખલનાયકોય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

6 comments

અશોક મોઢવાડીયા 04/05/2010 - 3:07 PM

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” – કવિ ખબરદાર.
સાવ સાચું છે. આભાર.

Reply
Rajni Agravat 04/05/2010 - 5:54 PM

સરસ… જે કામ આખો લેખ ન કરે એ “વન લાઇનર” કરે એ તમે સાર્થક કરી બતાવ્યુ.
.

.
અને હા, બ્લોગ થીમ સરસ છે.

Reply
jaywantpandya 04/05/2010 - 9:56 PM

આભાર રજનીભાઈ, લેખ અને બ્લોગ થીમ બંનેની ટિપ્પણી માટે.

Reply
amar 04/05/2010 - 6:21 PM

excellent

Reply
shirish dave 04/05/2010 - 9:49 PM

મોરારજી દેસાઈનો કોઇ વાંક નહતો.

તત્કાલિન કોંગ્રેસ કારોબારીનો નીતિ વિષયક નિર્ણય હતો કે કાંતો ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યો કરવા અથવા ત્રણેયનું ભેગું એક એમ દ્વીભાષી રાજ્ય કરવું.

મોરારજી દેસાઈ પક્ષ ના નિર્ણય ને વફાદાર રહ્યા. આ એક શિસ્તબદ્ધ સભ્યનું લક્ષણ ગણાય છે.

નેહેરુના તો “અભી બોલે અભી ફોક” જેવા લક્ષણો હતા.

તેથી જ જ્યારે મહારાષ્ટ્રમાંથી સભ્યોનું દબાણ આવ્યું એટલે એક વડાપ્રધાન ને ન છાજે તેવો અભિપ્રાય જાહેરમાં આપ્યો કે “મહારાષ્ટ્રને મુંબઇ મળશે તો હું ખુશ થઇશ.”

વડાપ્રધાન એક પક્ષના સર્વોચ્ચ નેતા ગણાય. તેમનો અભિપ્રાય એ પક્ષનો અભિપ્રાય ગણાય. વાસ્તવમાં આવા ઉચ્ચારણો માટે તેમને તે પદ માટે અને તે પક્ષના સભ્ય તરીકે પણ ગેરલાયક ઠરાવી શકાય.

જમવામાં જગલો અને કુટાવામાં ભગલો, એ નહેરુએ સ્થાપેલી પ્રણાલી હતી.
ઘણા મૂર્ધન્યો ભ્રમિત થઇને તાળીઓ પાડતા.

Reply
hasmukhbhai trivedi 08/05/2010 - 8:21 PM

dear Jayubhai,
Je gujarat ma che te badhe che, it is true but reverse is also correct that whatever sort of chaos and vices are increasing in other states like UP,Jarkhand,bihar,delhi etc. are at the lowest level in gujarat. In other words Gujarati genesis are only in the soil of Gujarat.

Reply

Leave a Comment