Home » કારગિલના જવાનનો છેલ્લો પત્ર

કારગિલના જવાનનો છેલ્લો પત્ર

by Jaywant Pandya

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપરે લડાઈ લડવા જતાં પહેલાં લખેલો છેલ્લો પત્ર

કેપ્ટન વિજયંત થાપરે લડાઈ લડવા જતાં પહેલાં લખેલો છેલ્લો પત્ર

આપણી યાદશક્તિ બહુ જ ટૂંકી છે. આપણે (ખાસ તો આપણા નેતાઓ) મુંબઈ પરના ત્રાસવાદી હુમલાઓને ભૂલી ગયા છે અને ત્રાસવાદી હુમલા અંગે કાર્યવાહી કરાશે તો જ વાતચીત કરાશે તેવી કરેલી ફાંકાબાજીને ભૂલીને વિદેશમાં વાતચીતને અને કાર્યવાહીને કોઈ સંબંધ નથી તેવું કહી આવ્યા છે (અને લટકામાં બલુચિસ્તાનનો મુદ્દો પણ ઉમેરવા દીધો છે…તે અલગ બ્લોગપોસ્ટની વાત થઈ.) તો પછી કારગિલની વાત જ ક્યાં કરવી. તેને તો દસ વર્ષ થઈ ગયા છે.

ખેર. સિફી વેબસાઇટ પર કારગિલના એક શહીદ કેપ્ટન વિજયંત થાપરનો છેલ્લો પત્ર પ્રકાશિત કરાયો છે. વિજયંત થાપરે કારગિલમાંથી પાકિસ્તાની સૈનિકોને ખદેડતા શહીદી વહોરી હતી. યાદ રહે, વિજયંતની ઉંમર હજુ ૨૨ વર્ષની જ હતી! આ પત્ર તેમણે પોતાના માતાપિતાને લખ્યો હતો. પત્રનો ભાવાનુવાદ આ મુજબ છે :
અત્યંત વહાલા પાપા, મમા, બિન્દી અને ગ્રાની (દાદીમા),

૧. તમને આ પત્ર મળશે ત્યાં સુધીમાં હું આકાશમાંથી અપ્સરાઓનું આતિથ્ય માણતા માણતા તમને જોતો હોઈશ.
૨. મને કોઈ પસ્તાવો નથી. હકીકતે, જો મને માનવદેહ ધારણ કરવા મળશે તો ફરી હું લશ્કરમાં જ જોડાઈશ અને દેશ માટે લડીશ.
૩. જો તમે આવી શકો તો આવો અને જુઓ કે ક્યાં આપણી સેનાએ તમારી આવતીકાલ માટે લડાઈ લડી છે.
૪. આ બલિદાન વિશે નવું પ્રકરણ બધાને કહેવાવું જોઈએ. મને આશા છે કે મારો ફોટો મંદિરમાં માતાજીની સાથે રખાશે.
૬. અનાથાશ્રમમાં કંઈક દાન આપજો અને રૂખસાનાને દર મહિને રૂ.૫૦ આપજો. યોગીબાબાને મળજો.
૭. બિંદીને બેસ્ટ ઑફ લક. સેનાના જવાનોનો ત્યાગ ક્યારેય વિસરતા નહીં. પાપામમા, તમારે મારા પર ગર્વ કરવો જોઈએ. મામાજી, મેં કરેલી ભૂલો બદલ મને માફ કરશો.

ચાલો ત્યારે, મારા સાથીઓ સાથે જોડાવાનો સમય આવી ગયો છે. મારી પાર્ટીમાં ૧૨ ચેપ્સ છે.

તમને બધાને શુભેચ્છા.

લિવ લાઇફ કિંગ સાઇઝ.

સહી.

You may also like

1 comment

arvindadalja 25/07/2009 - 5:10 PM

નપાવટ અને નપૂસંક નેતાઓ પાસેથી બીજી કઈ આશા રાખી શકાય તેમ છે ? યેન કેન પ્રકારેણ સત્તા ઉપર મેળવી ચીટકી રહેનારા નેતાઓથી તો આ દેશને ઈશ્વર પણ બચાવી શકે તેમ નથી તેવું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ કહ્યું છે. જ્યાં સુધી કોઈ નેતાઓના સ્વજનો આવા ઘાતક હુમલામાં ઘવાશે કે મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી આ જાડી ચામડીના નેતાઓની કોઈ સંવેદના જાગવાની નથી. યાદ કરો વી.પી.સીંઘની સરકારમાં રહેલા ગૃહપ્રધાનની દીકરીનું અપહરણ અને બાદ થયેલો તાલ માલ ને તાસીરો !

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.