Home » ઓગસ્ટમાં 15મી લોકસભાનું છેલ્લું સત્ર?

ઓગસ્ટમાં 15મી લોકસભાનું છેલ્લું સત્ર?

by Jaywant Pandya

આજે 1લી ઓગસ્ટ. ઓગસ્ટનો મહિનો ક્રાંતિનો મહિનો ગણાય છે. ક્રાંતિ એટલે નાનુંસૂનુંનહીં, મહા પરિવર્તન. ઓગસ્ટમાં જ ગાંધીજીએ ‘અંગ્રેજો ભારત છોડો’નો સિંહનાદ કરેલો. અંગ્રેજોની ઓલાદો જેવા કાળા અંગ્રેજો સામે તેમનું સિંહાસન ધ્રૂજી ઊઠે તેવો અલખ સાધુવેશી અણ્ણા હઝારેએ 16 ઓગસ્ટ 2011ના રોજ જગાવેલો. તેમની ડણકથી માટીપગા સત્તાધીશોનાં કાળજાં કાંપી ઊઠેલાં, પણ શિયાળથીય ચાલાક સત્તાધીશ લોકો આંદોલનને કચડવામાં, આંદોલનકારીઓને વિખૂટા પાડવામાં સફળ રહ્યા.
ગત બે મહિના કુદરતી આપદા અને રાજકીય ઉથલપાથલના રહ્યા છે. જુલાઇના અંતમાં તેલંગણાને મંજૂરીથી ક્યાંક વીંછીનો દાબડો તો નથી ખુલી ગયો ને? આંધ્રમાં જે રીતે વિરોધ શરૂ થયો છે તે ડરાવનારો છે. બીજાં રાજ્યોના વિભાજનની પણ માગ હિંસક રીતે ઊઠી છે તે પણ ચિંતાની વાત છે. જોકે આ સરકાર ગમે તેવો પ્રબળ વિરોધ કેમ ન હોય તેને દબાવવામાં સફળ સાબિત થ્ઈ છે. અણ્ણાનું આંદોલન, બાદમાં રામદેવનું આંદોલન અને પછી બળાત્કાર વિરોધી આંદોલન તેનાં ઉદાહરણો છે.
5મીથી સંસદનું સત્ર ચાલુ થઈ રહ્યું છે. શું એ 15મી લોકસભાનું અંતિમ સત્ર તો નહીં બની રહે ને? એવો પ્રશ્ન મનમોહન (સોનિયા વાંચ્યું હોય તો વાંધો નહીં)સરકારે પહેલાં ખાદ્ય સુરક્ષા ખરડો અને હવે તેલંગણાને મંજૂરી માટે જે ઉતાવળ કરી તે જોતા લાગે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

gujaratilexiconcom 05/08/2013 - 3:36 PM

નમસ્કાર!
આપનો બ્લોગ વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Reply

Leave a Comment