Home » ‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

by Jaywant Pandya

ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો.  પણ… એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો  હોય તો તેના કારણો શું હોઈ શકે?

ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી હોય તો સામાન્ય રીતે ગુજરાતીઓ મુસ્લિમોને કે ફોર ધેટ મેટર, પરપ્રાંતીયોને બાજુમાં રાખવાનું પસંદ કેમ નથી કરતા? એક મોટું કારણ શાકાહાર છે. માંસાહાર રંધાતો હોય તે (દલીલ કરનારાઓ એવી દલીલ કરી શકે કે ગુજરાતીઓ પણ મોટા પાયે માંસાહાર કરવા લાગ્યા છે- પણ તે હજુ ઈંડાની લારી પૂરતું છે, ઘરમાં એ દૂષણ હજુ નથી પ્રવેશ્યું) સહન નથી થઈ શકતું. એટલે તો ગુજરાતમાં એવી રેસ્ટોરન્ટ નથી. જૈનો સહિત ઘણા ગુજરાતીઓ માંસાહારવાળી રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી કરતા.  ઘણાને તો પરપ્રાંતીયો સરસિયા તેલમાં રાંધે તે તેલની વાસ પણ સહન નથી થતી હોતી! આ જાણેલો અનુભવ છે.

બીજું કારણ જે મુસ્લિમોના કેસમાં જ નહીં ઘણી હિન્દુ જાતિઓના કિસ્સામાં પણ લાગુ પડતું હોય છે. અમુક ધર્મ કે જાતિઓના લોકોને  સોસાયટીમાં મકાન વેચવા કે ભાડે આપવાની વણલિખિત મનાઈ હોય છે તે છે દાદાગીરી, બહેન-દીકરીઓની સલામતી. (અહીં  યાદ રહે  કે બધા મુસ્લિમો એવા નથી હોતા પણ એક છાપ જે બંધાઈ ગઈ છે તેની વાત છે, જેમ કે મહારાષ્ટ્રમાં ભૈયાઓ પ્રત્યે છાપ બંધાઈ ગઈ છે)

અમારા ભાવનગરની જ વાત કરું તો, આજથી દસ બાર વર્ષ પહેલાં અલંગમાં કમાયેલા સુખી સંપન્ન મુસ્લિમોએ શિશુવિહાર વિસ્તારની આજુબાજુ મકાનો લેવાનું શરૂ કર્યું ત્યાર પછી હિન્દુઓ ધીમેધીમે ત્યાંથી ખસતા ગયા. ભાવનગરની ભૂગોળથી પરિચિત લોકો જાણી શકે કે આજે શિશુવિહારથી આગળ વધીને મુસ્લિમો છેક માણેકવાડી સુધી આવી ગયા છે. અને સાંભળેલી વાત મુજબ, માણેકવાડીમાં જે હિન્દુ પરિવારો રહેતા હતા તેમને વિસ્તાર ખાલી કરવાની ધમકીઓ પણ અપાઈ હતી. અને કેટલાક  કિસ્સામાં કારણ તરીકે અસભ્યતા, મેનરિઝમનો અભાવ, અસ્વચ્છતા અને બહેન-દીકરીઓની સલામતી ગણાવાય છે. એમ જોવા જાવ તો ગુજરાતમાં પણ સિંધીઓની અલગ સોસાયટી નથી હોતી? કેમ? વચ્ચે એક ગુજરાતી અખબારમાં એક જાહેરાત એવી પણ જોઈ હતી કે મકાન માત્ર મુસ્લિમોને જ વેચવાનું છે. અમદાવાદાના જુહાપૂરામાં કોઈ હિન્દુ રહે છે? અરે, તેને માત્ર અંદર જવું હોય તો પણ ફફડતા જવું પડે તેવી સ્થિતિ છે તે સહુ કોઈ જાણે છે.

હકીકતે માણસ તેનો પડોશી પસંદ નથી કરી શકતો તેવી ઉક્તિ છે, પણ એ ભૌગોલિક કિસ્સામાં. (ભારત તેના પડોશીઓને બદલી શકે?). પણ માનો કે, ભારત કોઈ દેશ નહીં, પણ વ્યક્તિ છે અને તેને અગાઉથી ખબર છે કે પાકિસ્તાન લખણે કેવું છે તો શું તેને બાજુમાં રહેવા આવવા દેશે?

અને ગુજરાત પૂરતી જ વાત રાખીને કહીએ તો જૈનો મોટા ભાગે દહેરાસરની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને આવા ફ્લેટમાં જૈનો મોટા ભાગે વસતા હોય છે. એ વાત અલગ છે કે જૈનો તથા હિન્દુઓની અમુક જાતિ વચ્ચે મોટા પાયે સામ્યતાવાળી સંસ્કૃતિ હોવાથી તેઓને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી નડતી.

મૂળ તો, સમાન વિચારવાળા, સમાન સંસ્કૃતિ, રીતરિવાજો ધરાવનારાઓને સાથે રહેવામાં વધુ મજા આવે અને આ ક્રમ આજકાલનો નથી, આદિકાળનો છે. અને તેના માટે ફોર્સ ન પાડી શકાય. અરે, માનવની વાત છોડો, પ્રાણીઓ કે પક્ષીઓ પણ એક સાથે જોવા મળે છે કેમ? દરેકને પોતાની સુરક્ષા વહાલી હોય છે. લગ્ન બાબતમાં પણ એક જ વિસ્તારના, એક જ પેટાજ્ઞાતિમાં યોગ્ય સાથી શોધવામાં આવતા હોય છે તેનું કારણ પણ એ જ છે કે ભાષા સરખી હોય, રીતરિવાજો સરખા હોય, રહેણીકરણી સરખી હોય એટલે છોકરીને બહુ વાંધો ન આવે. બીજું, ધર્મની વાત જવા દો. આપણી આજુબાજુ સોસાયટીઓ તરફ નજર દોડાવીને કિસ્સા શોધીશું તો ખબર પડશે કે ઘણી સોસાયટીઓના લોકોને તેમનામાં કોઈ બગડેલી કેરી જેવું એટલે કે ખરાબ ચાલચલગત ધરાવતું માલૂમ પડે તેમને ફ્લેટ વેચવા દેવાતો નથી કે વેચ્યો  હોય તો ખાલી કરાવાય છે.  કુંવારા વ્યક્તિને એકલાને મકાન ભાડે કે વેચાતું મેળવવામાં તકલીફ પડે જ છે.  તો કુંવારો છોકરો કે છોકરી કોની આગળ ફરિયાદ કરવા જાય? (માનનીય વડા પ્રધાનશ્રી, કુંવારાઓની સમસ્યા સાંભળવા એક કુંવારા પંચની રચના કરવામાં આવે તેવી અમારી કુંવારાઓ વતી હાર્દિક અપીલ છે! :)-  )

અને ઈમરાન જો ગુજરાતમાં કોઈ સોસાયટીમાં મકાન લેવા આવે તો તેને એ નાતે તો મકાન ન પણ મળે કે તે સિરિયલ કિસર તરીકેની ઈમેજ ધરાવે છે. (અહીં ફરી એક વાત. અભિનેતા પ્રાણને પણ સમાજ સારી નજરે નહોતો જોતો, કોઈ છોકરાનું નામ પ્રાણ પરથી નહોતું પડાતું.) અને ફિલ્મસ્ટારોની ચાલચલગત તો જવા દો, પણ લાઇફસ્ટાઈલ પણ સભ્ય સમાજને કદાચ ન અનુકૂળ પડે. કેમ? અભિનેત્રી પ્રીતિ  ઝિંટાની સામે આજુબાજુના રહીશોએ,  તેને ત્યાં મોડી રાત્રે પાર્ટી ચાલતી હતી અને મોટા મોટા અવાજે સંગીત ચાલી રહ્યું હતું ત્યારે ફરિયાદ કરી હતી તેનો  કિસ્સો જાણીતો છે જ ને?

એટલે કોંગ્રેસ સરકાર તો  આવા કિસ્સામાં કોઈ અનામત જેવો કાયદો લાવી શકે છે. સરકાર આવો કાયદો લાવે  કે પ્રતિકૂળ પડોશી સાથે રહેવાની ફરજ પડે તો? તો સહઅસ્તિત્વના – એકબીજાની સંસ્કૃતિ, રીતરિવાજો, સભ્યતાનો સમાદર કરીને રહેવું જોઈએ. જો એમાંથી કોઈ એક પક્ષ બીજા પક્ષ પર હાવિ થવા જાય તો સંઘર્ષ નિશ્ચિત છે અને પછી તો ડાર્વિનવાદ પ્રમાણે, સશક્ત જ પ્રભાવી રહેવાનો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

5 comments

Mahebub Kureshi 03/08/2009 - 8:15 AM

માય ડીઅર જયવંતભાઈ,
તમે બ્લોગ લખવાનો સારો સમય સાધી લો છો. ફક્ત લખવા ખાતર જ નથી લખતા પણ, તમારી દરેક વાત માં કઈક તથ્ય હોય છે અને રેફરન્સ સહીત રજૂઆત હોય છે. હું નિયમિત રીતે બ્લોગ વાચું છું. અને ક્યારેક પ્રતિક્રિયા પણ લખું છું.
ઇમરાન હાશમી ના લેખ વિષે થોડી સ્પસ્ટતા કરવા ચાહું છું કે, શિશુવિહાર, માંનેક્વાડી માં હાલ મકાનો ખાલી કરવી રહ્યા છે, એ વાત તદન સાચી છે, પણ થોડી અતિશયોક્તિ એ છે કે તમે કદાચ આજે ભાવનગર માં આ વિસ્તારો ની જમીન મકાન ના ભાવ પૂછશો તો ખબર પડે કે સૌથી ઉચા ભાવે અહી જમીન મકાન વેચાઈ રહ્યા છે. આ વિસ્તાર માં મકાન વેચનાર ને તેઓ એ ધરેલી કીમત થી અનેક ગણી વધુ રકમ મળે છે, તેઓ જે રકમ થી મકાન વેચવા માંગે, તેનાથી પણ વધુ રકમ આપી કોઈ મુસ્લિમ તેના વિસ્તાર માં મકાન ખરીદે તો એમાં ખોટું શું છે? પૈસા તો વેચનાર ને વધુ મળે તો છે જ.

તમે મારાથી તો પરિચિત જ છો, હું અને મારો પરિવાર સાવ જુદા તારી આવીએ એવા છીએ, છતાં ભાવનગર માં મને કોઈ સારા વિસ્તાર માં મકાન જોઈતું હોય તો તરત જ કહેવા માં આવે છે કે તમે ભલે ગમે એટલા સારા હોવ, પણ જ્ઞાતિ તો મુસ્લિમ છે ને એટલે અમે મકાન આપી શકીએ નહિ. આ એક કડવી વાસ્તવિકતા છે, જો મારા જેવા લોકો જેને મિક્ષ્ વસ્તી માં રહેવું છે, બાળકો ને કટરવાદ થી દુર રાખવા છે તો તેઓ માટે શું? મને સારા વિસ્તાર માં અનેક પ્રયાસો પછી પણ મકાન નહિ મળે અને હારી , થાકી અને હું મારા વિસ્તાર માં જયારે,જ્યારે મકાન લઈશ ત્યારે મારા મગજ ના પણ કોઈક હિસ્સા માં તો તિરસ્કાર આવે જ . આવું દરેક શહેરો માં થઇ રહ્યું છે. મને એક વ્યક્તિ તો એવો બતાવો કે આવી પરિસ્થિતિ માં સારા લોકો ઢસડાય ન જી તે દિશા માં કામ કરતા હોય. બે કોમ વચે વૈમનશ્ય ઉભું કરવું હશે તો બંને તરફ ના કત્ર્વાડી લોકો ના ટોળાં મળી રહેશે પણ સારું કામ કરાવવા માટે બોઉં ઓછા લોકો હાજર હશે.

Reply
શિરીષ દવે 31/08/2009 - 3:29 AM

સંસ્કૃતમાં એક શ્લોક છે કે શીલાને પર્વત ઉપર ચઢાવવી એ મહાયત્નની વાત છે. પણ પર્વતઉપર થી ભૂમિપર પાડવી એ એક ક્ષણનું કામ છે. સરકારી ક્વાર્ટર્સોમાં હિન્દુ મુસ્લીમ હળી મળીને રહેતા હોય છે અને એક બીજાને મદદ કરતા હોય છે. સોસાઇટીઓમાં મેમ્બર રજીસ્ટ્રેશનનુ કામ સરકાર પોતાને હસ્તક લઇ લે અને ૫ થી ૧૦ટકા મુસ્લીમો માટે અનામત રાખે તે સામાજીક શાંતિ અને સહયોગ માટે બહુ જરુરી છે. અને તેથી મુસ્લીમ ભાઇઓ પણ સામાન્ય પ્રવાહમાં ભળી શકશે. અને સામાન્ય મુસ્લીમ હિન્દુ જેવોજ છે તેનો અહેસાસ હિન્દુભાઇઓને થશે.
પણ કોંગ્રેસ તો આવું નહી જ કરે અને નહીં કરવા પણ દે. હિન્દુ-મુસ્લીમ એકતા મંડળે આવાત ઉઠાવી લેવી જોઇ એ.

Reply
Kartik Mistry 03/08/2009 - 11:02 AM

મકાન ભાડે મેળવતી વખતે તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે,
૧. તમે કુંવારા છો કે પરણેલાં?
૨. તમે કઇ જ્ઞાતિ, ધર્મનાં છો?
૩. નોનવેજ ખાવ છો? ઘરે બનાવો છો?
૪. શું કરો છો?

અને આ જ પ્રશ્નો મને પણ પૂછાયેલ. મને એમાં કંઇ ખોટું લાગ્યું નથી..

Reply
Kartik Mistry 03/08/2009 - 11:02 AM

સોરી. ચાર પ્રશ્નો !!

Reply
Mrugesh Modi 04/08/2009 - 5:21 AM

જયવંતભાઈ,

તમારી વાત બિલકુલ સાચી છે. આપણી આજુ-બાજુ માં કોઈ મકાન વેચાઈ જાય છે ત્યારે આપણે સૌથી પહેલો પ્રશ્ન એ જ પૂછીએ છીએ કે મકાન કોને વેચ્યું, એ કેવા છે, ઘર માં કોણ કોણ છે, શું કરે છે, વગેરે.
કાર્તિક ભાઈ એ કહ્યું તે પ્રમાણે દરેક જગ્યાએ એ ચાર પ્રશ્નો તો પુછાય જ છે, અને મકાન ખરીદ્યા પછી પાડોશી પણ એ જ સવાલો પૂછે છે અને પૂછાવા જ જોઈએ એમાં કઈ ખોટું લગાડવાનું પણ ના હોય.

સૌ કોઈ જાણે છે કે પડોશી ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. કોઈ પણ સારો-ખોટો પ્રસંગ હોય તો પડોશી જ પહેલા કામ માં આવે છે. છતા આપણા અમદાવાદ માં પણ ઘણા ફ્લેટો માં “પી ફોર પી” ચાલે જ છે.

Reply

Leave a Comment