Home » અમેરિકામાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થાય જ છે

અમેરિકામાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થાય જ છે

by Jaywant Pandya

મોદીને વિઝા ન આપવા હોય તો અમેરિકા ન આપે, પરંતુ ત્યાં શું સ્થિતિ છે…દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે. હિન્દુઓ, શીખો અને મુસ્લિમો – સંયુક્ત રીતે કહો તો એશિયનો સામે ગુના વધતા જાય છે. અલબત્ત, એક વાત એ છે કે ત્યાં આપણી જેવું મિડિયા નથી જે આપણી નબળી બાજુને ગાઈ વગાડીને બતાવે (જોકે એક રીતે એ ખરાબ પણ બાબત છે. આપણું મિડિયા આપણી વધુ ટીકા કરે એ અમુક હદે સારું પણ છે.) એટલે ત્યાં તેની નોંધ બહુ લેવાતી નથી અને નોંધ લેવાય તો પણ ગુનેગારને માનસિક રીતે અસ્થિર કે સાઇકો ગણાવી દેવાનો એટલે વાત પતી ગઈ. પણ હવે તો સ્વયં પ્રમુખ ઓબામા પણ સ્વીકારે છે કે હિન્દુઓ અને શીખો સામેના ગુના વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવીને બેએક વર્ષ પહેલાં ગુનાઓ થતા હતા તેમ જ. ફરક એટલો છે કે આપણે ત્યાં એને કોમવાદ કહે છે એને અમેરિકામાં હેટ ક્રાઇમ કહેવાય છે.

www.indianexpress.com/news/barack-obama-acknowledges-rising-hate-crimes-against-hindu-sikh-in-american-society/1110078/

You may also like

1 comment

Ramesh Patel 03/05/2013 - 6:07 AM

આપની ચકોર દ્ર્ષ્ટિએ સત્યતા ને મૂલવી છે. યુરોપીઅન હેટક્રાઈમ કહી વાતનો ઢોમ્કપીછોડો કરે, જ્યારે તમારા પ્રસંગોના સમાચાર અહીં વાંચો એટલે કોમવાદી અને બીનમાનવતાવાદીનું લેબલ મેઈન હેડીંગ બને.

રમેશ પટેલ(આકાશદીપ)

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.