Home » અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

by Jaywant Pandya

અણ્ણા હઝારે અને તેમના સાથીઓ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને શાંતિ ભૂષણ – પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા – આ મુખ્યત્વે પાંચ લોકો છે. મેં અગાઉ પણ લખ્યું છે કે સ્વામી અગ્નિવેશ અને મેધા પાટકર પર ભરોસો કરવા જેવું મને બહુ લાગતું નથી. અણ્ણા અને તેમના સાથીઓની વચ્ચે રહીને તેઓ સરકારને મદદ કરવા જેવું કામ કરતા હોઈ શકે. તો અણ્ણાને શ્રીકૃષ્ણ તરીકે ગણો અને બાકીના પાંચ લોકોને પાંડવ તો એક રીતે આ બીજું મહાભારત યુદ્ધ જેવું છે.

આ મહાભારતમાં એક તરફ અત્યાર સુધી અણ્ણા વિ. કેન્દ્રની કોંગ્રેસ સરકાર જેવું હતું, પરંતુ કોંગ્રેસ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવીને જે આબાદ ખેલ ખેલ્યો છે તેનાથી હવે અણ્ણા વિ. સંસદ એવું થઈ ગયું છે. કૌરવોના પક્ષે અક્ષોહિણી સેના હતી તેવું અત્યારે પણ થઈ ગયું છે. આમાં યુવરાજ દુર્યોધનની હઠ પણ ક્યાંક ક્યાંક જવાબદાર લાગે છે. તેના મામા ઈટલીમાં હોઈ શકે છે. અને યાદ રાખો, પાંડવના મોટા ભાઈ કર્ણ જેવો ભાજપ પણ કૌરવોની સાથે જ છે.

જેવી રીતે મહાભારતમાં પાંડવના જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિરને જુગાર રમવા બોલાવાયા હતા અને પછી ઇન્દ્રપ્રસ્થ નગરીના નામે સાવ ઉજ્જડ જમીનનું બટકું નાખી દેવાયું હતું તેવું આ કિસ્સામાં પણ થયું હતું. પહેલાં આંદોલન વખતે લોકપાલ અંગે સંયુક્ત મુસદ્દા સમિતિ બનાવી દેવાઈ અને જુગટું રમતી વખતે શકુનિની તરફેણમાં જ પાસાં પડતાં હતાં તેમ સંયુક્ત મુસદ્દા સમિતિમાં પણ સરકાર તરફી જ વલણ અપનાવાતું હતું. કૌરવોએ કહેલું કે અમે એક તસુભાર જમીન પણ નહીં આપીએ. કેન્દ્રની કોંગ્રેસ સરકાર ૧૧ દિવસથી નહીં, પણ ગત એપ્રિલ મહિનાથી અને તે કરતાંય, તમામ પક્ષો છેલ્લાં ૪૦ વર્ષથી લોકપાલ લાવવા માગતા નથી, કારણ સાફ છે – નિયતમાં ખોટ!

કૌરવો તરફથી તમામ પ્રપંચો અપનાવાઈ રહ્યાં છે. વડા પ્રધાને ગઈ કાલે રોતલ નિવેદન કરી દીધું. કેટલાક તેનાથી પ્રભાવિત પણ થઈ ગયા હશે. પણ સાથેસાથે તેમણે લોકપાલ મુદ્દે કંઈક નક્કર થાય તેવો સંદેશો તો આપ્યો જ નથી. દિવસો પસાર કરાઈ રહ્યા છે – પાંડવોની ધીરજ ખૂટે તેની રાહ જોવાઈ રહી છે, બદમાશ કૌરવોને ખબર નથી કે ધીરજ સાથે દેશવાસીઓની હવે સહનશક્તિય ખૂટી રહી છે.

You may also like

3 comments

Mayur Godhani 26/08/2011 - 2:10 PM

એક અન્ય વાત યાદ રહે કે અણ્ણાએ અહિંસાથી આ આંદોલન જીતવાની વાત કરી છે,
બાકી તો હાલ પ્રમાણે લોકોનું વલણ જોતા તો બીજી ઇમરજન્સી જેવી પરિસ્થિતિ ઊભી થાત.

Reply
praheladprajapati 26/08/2011 - 5:17 PM

આપણે અન્નાજીને ,કેજરીવાલ જીને અને કિરણ બેદીનેજ સોભાળ્વાના છે

Reply
» અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ? » GujaratiLinks.com 29/02/2012 - 7:18 PM

[…] પાટકર પર ભરોસો કરવા જેવું મને બહુ … Continue reading → Read, Think, […]

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.